News Portal...

Breaking News :

યુરેનિયમ અને ન્યૂક્લિયર ડસ્ટ પર સહમતિ ટ્રમ્પ પોતે ઈસ્લામાબાદ જઈ શકે છે

2026-04-17 10:03:44
યુરેનિયમ અને ન્યૂક્લિયર ડસ્ટ પર સહમતિ ટ્રમ્પ પોતે ઈસ્લામાબાદ જઈ શકે છે


વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડિલ ઈસ્ટના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક મોટો દાવો કર્યો છે. 


વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન તેના સંવર્ધિત યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવા માટે સંમત થયું છે. આ સમજૂતી છેલ્લા છ અઠવાડિયાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કાયમી ધોરણે રોકવામાં મદદરૂપ થઈ શકે છે.ટ્રમ્પે જાહેરાત કરી હતી કે જો ઈરાન સાથેની આગામી રાઉન્ડની વાતચીત સફળ રહેશે, તો તેઓ પોતે ઈસ્લામાબાદ જઈ શકે છે. તેમણે કહ્યું કે, "ઈરાન લગભગ દરેક બાબત પર સહમત થઈ ગયું છે. 


આગામી વાટાઘાટો આ સપ્તાહના અંતમાં થવાની શક્યતા છે, જેને લઈને વિશ્વભરની નજર ઈસ્લામાબાદ પર ટકેલી છે.ટ્રમ્પે જણાવ્યું કે ઈરાને 'ન્યૂક્લિયર ડસ્ટ' (સંવર્ધિત યુરેનિયમ) પરત આપવાની તૈયારી દર્શાવી છે. વોશિંગ્ટન આ સામગ્રીને પરમાણુ હથિયારો બનાવવા માટે જોખમી માને છે. ટ્રમ્પના મતે, તેહરાન હવે પહેલા કરતા વધુ લવચીક વલણ અપનાવી રહ્યું છે અને તેઓ ખરેખર શાંતિ સમજૂતી ઈચ્છે છે.

Reporter: admin

Related Post