News Portal...

Breaking News :

દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ પ્રથમ વખત અરેસ્ટ વોરંટ જાહેર

2024-12-31 14:49:44
દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ પ્રથમ વખત અરેસ્ટ વોરંટ જાહેર


સિઓલ: દક્ષિણ કોરિયામાં હાલ ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. અદાલતે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે, દેશમાં પ્રથમ વખત આવું થયું છે. 


માર્શલ લો લાગુ કરવાના પ્રયાસ બદલ રાષ્ટ્રપતિ યુન મહાભિયોગ કરવામાં આવ્યો હતો. સિઓલ વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન હેડક્વાર્ટરની અરજી પર વોરંટને મંજૂરી આપી છે. આ એજન્સી બળવો અને સત્તાના દુરુપયોગ માટે દક્ષિણ કોરિયાના નેતાની તપાસ કરી રહી છે.સ્થાનિક મીડિયા અનુસાર, દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ આ પ્રથમ વખત અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓનો દાવો છે કે યુને સૈનિકો એકઠા કરીને અને રાષ્ટ્રપતિની સત્તાનો દુરુપયોગ કરીને બળવાનું કાવતરું ઘડ્યું હતું. યૂને પૂછપરછ માટે મોકલવામાં આવેલા સમન્સનો જવાબ આપવાનો ઇનકાર કર્યો છે. 


તેમની કાયદાકીય ટીમે આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે સત્તાના દુરુપયોગ માટે વર્તમાન રાષ્ટ્રપતિ સામે કાર્યવાહી કરી શકાતી નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે માર્શલ લૉ બંધારણ અનુસાર છે.સાઉથ કોરિયાની નેશનલ એસેમ્બલીએ 14 ડિસેમ્બરે યુન સામે મહાભિયોગ ચલાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું. નેશનલ એસેમ્બલીના મહાભિયોગ પ્રસ્તાવને પગલે યુનને ઓફિસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ તેણે અંત સુધી લડવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમનો દાવો છે કે 3 ડિસેમ્બરે જ્યારે તેમણે સેંકડો સૈનિકોને નેશનલ એસેમ્બલીમાં મોકલ્યા ત્યારે તેમનો બંધારણીય આદેશને ખલેલ પહોંચાડવાનો ઈરાદો નહોતો.

Reporter:

Related Post