સોમવતી અમાસ ભગવાન શિવને સમર્પિત છે. જ્યોતિષ અનુસાર, આ વર્ષે અમાસ પર ઘણા શુભ સંયોગ બની રહ્યા છે, માટે આ સોમવતી અમાસ ખુબ ખાસ માનવામાં આવી રહી છે.

આ દિવસે ધ્રુવ યોગ, ધૃતિ યોગ, સ્વાતિ નક્ષત્ર અને શિવવાસનો ખાસ યોગ બન્યો હતો ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા મણીનગર સોસાયટી ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં સોમવતી અમાસ નિમિત્તે મહાદેવને સુવર્ણ સિંગાર કરવામાં આવ્યો હતો સાથે મંદિરને ફૂલો અને લાઇટિંગથી સુશોભિત કરી દેવામાં આવ્યું હતું.

સાથે જ મહાદેવને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને સોમવતી અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી સાથે જ સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું





Reporter: admin