વડોદરા : મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઇવે પર ફરી મોટા મોટા ખાડા પડ્યા છે.

ત્રણ દિવસ બાદ આજે ફરી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. વાહનચાલકો દોઢ કલાકથી ટ્રાફિક જામમાં ફસાયા છે. ટ્રાફિકજામના કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માત થતા બંને ટ્રકચાલકો વચ્ચે બોલાચાલી થતાં રોડનું કામ કરતા સુપરવાઇઝરે સમજાવીને બંનેને રસ્તા વચ્ચેથી હટાવ્યા હતાં.

એક કારચાલકે કામગીરી દરમિયાન મુકેલા સેફ્ટી કોર્નને કાર નીચે ઘસડીને લઈ ગયો હતો. કામગીરીમાં વિક્ષેપ ઊભો થયો છે.ટ્રાફિકના પગલે વાહન ચાલકોમાં ભારે રોષ છે.રસ્તાનું કાયમી નિવારણ લાવવા માટે વાહનચાલકોએ માગ કરી છે. ત્રણ દિવસ પહેલા 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો. ટ્રાફિકજામની વચ્ચે ખાડાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

Reporter: admin