બાળકને ઇંગ્લેન્ડ પાછો મોકલી હીથ્રો એરપોર્ટ ઉપર પિતાને સોંપી દેવામાં આવ્યો
પોર્ટલૂઈ : અહીંના સર શિવસાગર રામગુલામ એરપોર્ટ પર ૧૬ લાખ પાઉન્ડનું ડ્રગ કેન્ના બિસની હેરાફેરીમાં એક છ વર્ષનો છોકરો પણ પકડાતાં સનસનાટી મચી ગઈ હતી. તે બાળક ઉપરાંત બીજા ૬ પણ આ ડ્રગ રેકેટમાં પકડાયા છે. આ પૈકી પાંચ બ્રિટિશ નાગરિક છે. જ્યારે એક રોમાનિયન છે.આ બધા બ્રિટિશ એરબેઝની લંડનથી ગેટલિક જતી ફ્લાઇટમાં હતા. આ ફ્લાઇટ અહીં આવી પહોંચતાં કસ્ટમ્સ અધિકારીઓએ એન્ટી ટ્રાફિક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સ્નિફર ટોગ્ઝને કાર્યરત કરવામાં આવ્યા હતા. જેઓએ આ ડ્રગ પકડી પાડયું હતું તે કુતરાઓએ કુલ ૧૬૧ કી.ગ્રા. જેટલું કેનાબિસ પ્રવાસીઓની સૂટકેસમાં પકડી પાડયું હતું. તે પૈકી ૨૪ પેકેજ દરેકમાં ૧૪ કીગ્રા જેટલું ડ્રગ આ બાળકના લગેજમાં મળી આવ્યું હતું. તેની ૩૫ વર્ષની માતા પાસેથી ૨૯ પેકેજ પકડાયાં હતાં. જ્યારે તેના રોમાનિયન પાર્ટનર પાસેથી ૩૨ પેકેજ પકડાયાં હતાં.
આ ડ્રગની કિંમત આશરે ૧૬ લાખ પાઉન્ડ જેટલી થવાનો સત્તાવાળાઓનો અંદાજ છે.આ છએ છ આરોપીઓને સાહેબર્ગના મેજિસ્ટ્રેટે કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ બાળક અંગે અહીં રહેલાં બ્રિટિશ હાઈકમિશને તત્કાળ ચક્રો ગતિમાન કરી તે બાળકને ઇંગ્લેન્ડ પાછો મોકલી દીધો હતો. લંડનનાં હીથ્રો એરપોર્ટ ઉપર તેના પિતાને સોંપી દેવામાં આવ્યો હતો. આ બાળકની સહજ રીતે ધરપકડ કરવામાં આવી ન હતી. કારણ સહજ હતું કે છ-સાત વર્ષના બાળકને ખબર કઇ રીતે પડે કે તેની બેગમાં જે પેકેટ મુકાયું છે તેમાં ડ્રગ છે.
Reporter: admin







