ત્રિમૂર્તિ સોસાયટીમાં ત્રણ ટાવર આવેલા છે જે 50 વર્ષ જૂના થતાં જર્જરીત બન્યા છે વડોદરા : ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં જર્જરીત મકાનો ઉતારી લેવાની કાર્યવાહી વહેલી થાય એવી રજુઆત સ્થાનિકો કરે છે.
રાજકોટ ઘટના બાદ હવે વડોદરાની તંત્ર કઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહી છે??તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે.
વડોદરા આરવી દેસાઈ રોડ પર આવેલ ત્રિમૂર્તિ સોસાયટી છેલ્લા 50 વર્ષથી જૂની છે. ત્રિમૂર્તિ સોસાયટીમાં ત્રણ ટાવર આવેલા છે જે 50 વર્ષ જૂના થતાં જર્જરીત બન્યા છે એટલા છે કે ઉપરના સ્લેબ પડવા લાગ્યા છે તંત્ર એ ત્રણ વાર નોટિસ આપી છે તેમ છતાં ૧૭ લોગ ની પરિવાર જીવના જોકમે રહી રહ્યા છે. ત્રિમૂર્તિ સોસાયટીમાં રહેતા ભૌમિક પટેલે મીડિયા નો સંપર્ક કર્યો છે તેમને ગઈકાલ મોડી રાત્રે સ્લેબ પડતા ફાયર અને બીએમસી અને ગેસ વિભાગના લોકો દોડતા થયા હતા તેમને કનેક્શન કાપી દેવાનો નિર્ણય લીધો હતો પણ ભૌમિક પટેલનું જણાવો છે કે 17 લોકના પરિવારમાંથી 12 લેખો રીડ ડેવલોપમેન્ટ ની માંગણી કરી રહ્યા છે. હવે જીવના જોખમે રહેતા પરિવારનું સહારો કોણ લેશે તે મોટો પ્રશ્ન છે. ભૌમિક પટેલ જણાવી રહ્યા છે કે ગેસના કનેક્શન ગટરના કનેક્શન અને ફાયર ડિપાર્ટમેન્ટ ને એક્શન લેવો જોઈએ તેથી આ તમામ લોકો સુરક્ષિત રહેશે અને બીજા સ્થળે રહેવા જઈ શકે.
શહેરના જુના પોળ વિસ્તારોમાં કેટલાય મકાનો જર્જરીત અવસ્થામાં છે. આવા જર્જરિત મકાનો તંત્રની જાણમાં આવતા જ પાલિકા સત્તાધીશો અને ફાયર બ્રિગેડ દ્વારા ફક્ત નોટિસો પાઠવવામાં આવે છે અને વહેલી તકે આવા જર્જરિત મકાનો સ્વખર્ચે ઉતારી લેવા જણાવાય છે.
દરમિયાન નવાપુરા વિસ્તારમાં આવેલ તીન મૂર્તિ કોમ્પ્લેક્સ ના અનેક મકાનો જર્જરીત અવસ્થામાં છે. ત્રણ ટાવરમાં પોતપોતાના મકાનમાં અનેક પરિવારો રહે છે.આ તમામ ટાવરના મકાનો ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. વર્ષો અગાઉ અટલાદરા વિસ્તારમાં માધવ નગરની સર્જાયેલી હોનારત જેવી જ દુર્ઘટના સર્જવાની ભીતિ છે.
તીન મૂર્તિ સોસાયટીના મકાનનો કેટલોક ભાગ તાજેતરમાં ધડાકા સાથે તૂટી પડ્યો હતો. પરંતુ aઆ દુર્ઘટના સર્જાતા કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. જોકે આ દુર્ઘટના સર્જાતા જ પાલિકા નું ફાયર બ્રિગેડ તંત્ર અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ તમામ મકાનોને નોટિસો આપવા છતાં અને હવે જ્યારે ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે ત્યારે આવી જર્જરીત ઇમારતો શહેરમાં ઠેર ઠેર આવેલી છે ત્યારે વરસાદની સિઝનમાં તૂટી પડે નહીં એવા ઇરાદે પાલિકા તંત્ર વહેલી તકે પગલાં ભરવા જોઈએ.
Reporter: News Plus