મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જેવા કે હોસ્પિટલો,શાળાઓ, ટયુશન કલાસીસ, હોટલ/રેસ્ટોરન્ટ, કાફે, મોલ્સ,શો રૂમ્સ,વ્યાપારી સંસ્થાઓ,ફીટનેસ સેન્ટર, કોલ સેન્ટર્સ,ફર્નિચર મોલ્સ, ગાદલાની દુકાનો, પ્લે સ્કુલ વિગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતો જેવી કે સિવિલ / ઇલેકટ્રીકલ / મિકેનીકલ બાબતોના ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી/ઓક્યુપેશન સર્ટીફીકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડીપાર્ટમેન્ટની ૬ ટીમો અને ઝોન દીઠ ૨ ટીમો મળી કુલ ૧૪ ટીમો દ્વારા આજ રોજ શહેરના વિવિધ ચાર ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં ઉતર ઝોનમાં વિવિઘ કુલ ૨૪૦ સ્થળો પર તપાસ કરી કુલ ૨૧૩ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી જે પૈકી વી.આઇ.પી. વ્યુ, આમ્રપાલી, બંસલ મોલ કારેલીબાગ, ગણેશ સો મીલ, સહજાનંદ સો મીલ સહીતના કુલ ૨૧૩ એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
પૂર્વ ઝોનમાં કુલ ૧૫ સ્થળોની તપાસ કરી ૧૨ સંસ્થાને નોટીસ આપવામાં આવી છે. જયારે મીરાદાતાર ફર્નિચર નામની દુકાનને સીલ કરવામાં આવી હતી.
પશ્ચિમ ઝોનમાં કુલ ૧૩ સ્થળોની તપાસ કરી ૧૨ નોટીસ આપવામાં આવી છે. જયારે બરોડા સ્પોર્ટસ અરેનાને સીલ કરવામાં આવી હતી.
દક્ષિણ ઝોનમાં કુલ ૧૦ સ્થળોની તપાસ કરી કુલ ૧૦ નોટીસ આપવામાં આવી છે. જે પૈકી બરોડા એન્ટરપ્રાઇઝ (લાકડાનુ પીઠુ) સહીતના કુલ ૦૪ એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
આમ ચારે ઝોનમાં મળી કુલ ૨૯૨ સ્થળોની તપાસ કરી કુલ ૨૪૭ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી. જે પૈકી કુલ ૨૧૯ ને સીલકરવામાં આવી હતી.
આ ઉપરાંત ફાયર ડીપાર્ટમેન્ટની ૬ ટીમો દ્વારા પણ આજ રોજ કુલ ૧૯ હોસ્પિટલો ૦૫ સ્કુલ, ૦૩ મોલ, ૦૧ શોરૂમ, ૦૧ અન્ય એકમ મળી કુલ ૨૯ સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૨૫ એકમોને બી-૧૦ નોટીસ આપવામાં આવી છે.
ઉપરાંત ટાઉન ડેવલોપમેન્ટ શાખા દવારા પણ આજ રોજ શહેરના વિવિઘ વિસ્તારોમાં કાર્યરત ટ્યુશન ક્લાસીસ/ કોચીંગ ક્લાસીસ/ પ્લે સેન્ટરની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈકી ૧) કીડ્સ કેસ્ટલ, વૈશાલી સોસાયટી, કારેલીબાગ ૨) ટ્રાન્સગ્લોબલ ઓવરસીસ એજ્યુકેશન, મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે, કારેલીબાગ ૩) ઓશો રિજલ એકેડમી ઓફ સાયન્સ, મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે, કારેલીબાગ ૪) લીટલ મિલ્લેનીયમ પ્રી સ્કુલ, ૮૪, મંગલદર્શન સોસાયટી, ચાણક્યપુરી ચાર રસ્તા, સમા, ૫) ગુજરાત કીડ્સ પ્રિ-સ્કૂલ, લક્ષ્મીકુંજ સોસાયટી, ન્યુ સમા રોડ, ૬) કિડ્ઝી, પંચમુખી હનુમાન મંદિર પાસે, વાસણા, ૭) મીલેનીયમ, પંચમુખી હનુમાન મંદિર પાસે, વાસણા, ૮) જોય કીડ્સ કેર, B-54 પાવનધામ સો. વારસીયા રીંગ રોડને મળી કુલ ૦૮ એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
19 હોસ્પિટલમાં માં તપાસ કરવામાં આવ્યું
4 મોલ અને 5 સ્કૂલ / ટ્યુશન ક્લાસ 6 માં પણ તપાસ કરવામાં આવ્યા છે
1-GMERS ( ગોત્રી ) નોટીસ
2-SUKEN ( અમિત નગર ) નોટીસ
3-STARLING ( ભાયલી ) નોટીસ
4-BAPS ( અટલાદરા ) નોટિસ
5-ESHANYA HOSPITAL (લક્ષ્મીપુરા ) નોટિસ
6- NARAYAN SMRUTI ( ગુરુકુળ વાઘોડિયા રોડ ) નોટિસ
7- THE HEALING TEACH ( ગુરુકુળ વાઘોડિયા રોડ ) નોટિસ
8- SECURE HOSPITAL ( વારસિયા રોડ ) નોટિસ
9- samruddhi hospital ( ગોત્રી ) નોટિસ
10- nand multi speciality ( ભાયલી ) નોટિસ
11- avadhut hospital ( અલકાપુરી ) નોટિસ
12- WARD WIZARD HOSPITAL ( વડસર બ્રિજ ) નોટિસ
13- JUPITER HOSPITAL ( સનફાર્મા રોડ ) OK
14- SAMBED IVF WOMEN HOSPITAL ( OPP ટ્યુબ કંપની ) OK
15- URO CARE HOSPITAL ( ગડાપુરા ) નોટિસ
16- NAISARG HOSPITAL ( જેતલપુર બ્રિજ ) OK
17-SHIVANI HOSPITAL ( ગોત્રી ) નોટિસ
18-AMAN HOSPITAL ( ગોત્રી ) નોટિસ
19-ANJANA HOSPITAL ( સેવાસી ) નોટિસ
1- ROYAL EDUWAROD SCHOOL ( સાયજીપુરા ) નોટીસ
2- AMICIS INTERNATIONAL SCHOOL ( વાઘોડિયા રોડ ) ok
3- ROSERY SCHOOL ( પ્રતાપગંજ ) મોર્નિંગ નોટીસ
4- ROSERY SCHHOL ( પ્રતાપગંજ ) EVNING નોટિસ
5- CYGNUS WORLD SCHOOL ( હરની રોડ ) ok
1- BAMSAL MALL ( તરસાલી ) નોટિસ
2 - IIT ASHRAM ( માંજલપુર ) નોટિસ
3- PARTH SCHOOL OFF SCIENCE ( કારેલીબાગ ) નોટિસ
4 - IIT ASHRAM ( અલકાપુરી) નોટિસ
5 - ALLEN CLASSES ( માંજલપુર ) નોટિસ
6 - ALLEN CLASSES ( સમાં ) નોટિસ
7 - AKSHAR PEVELIYAN ( દાંડ્યા બજાર ) OK
1- S Square ( સુભાનપુરા ) નોટિસ
2- deep multiplex ( છાની ) નોટિસ
3- sineplex ( નટુભાઈ સર્કલ ) નોટિસ
4- payal complex ( સાયજીગંજ ) નોટિસ
5- amar car ( કારેલીબાગ ) નોટિસ
Reporter: News Plus