અમદાવાદ : શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.
શક્તિસિંહ ગોહિલે કડી અને વિસાવદરમાં કોંગ્રેસની હાર બાદ આ રાજીનામું આપ્યું છે. ફેસબુક લાઇવ દ્વારા શક્તિસિંહ ગોહિલે રાજીનામાની જાહેરાત કરી હતી.શક્તિસિંહ ગોહિલ જૂન 2023થી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત હતા, અને તેમની નિમણૂક 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નબળા પ્રદર્શન (માત્ર 17 બેઠકો) બાદ થઈ હતી.
તેઓ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે, સાથે જ તેમણે 1991-1995 દરમિયાન ગુજરાત સરકારમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ અને નર્મદા જેવા ખાતાઓમાં મંત્રી તરીકે સેવા આપી હતી.
Reporter: admin







