સામગ્રીમાં 1 ચમચી માખણ, 400 ગ્રામ મિલ્કમેડ, 250 ગ્રામ અખરોટનો ભૂકો, 100 ગ્રામ કોપરાની છીણ, 3 ચમચી કોકો પાવડર, વેનીલા એસેન્સ, કાજુ અને મગસતરીના બી જરૂરી છે.
ગેસ પર એક વાસણમાં માખણ ગરમ કરવા મૂકી, તેમાં મિલ્કમેઈડ ઉમેરી અથવા 500 મિલિલીટર દૂધમાં ખાંડ ઉમેરી તેને જાડું કરવું. ઘટ્ટ થાય એટલે તેમાં અખરોટનો ભૂકો, કોપરાનું છીણ, કોકો ઉમેરવા. ને સતત હલાવતા રેહવું. તેને ઠરવા દેવું. તેમાં વેનીલા એસેન્સ 2 ટીપા ઉમેરી ગોળા વાળી, કોપરાના છીણમાં રગદોડી તેના પર કાજુ મુકવા અને મગસતરીના બી મુકવા.
Reporter: admin







