News Portal...

Breaking News :

આચાર સંહિતા પૂર્ણ થયા બાદ પાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી પીપીપી મોડલના નામે આખું શહેર વેચી માર્યું હોવાના ભાજપાના નગર સેવકનો આક્ષેપ

2024-06-10 20:38:15
આચાર સંહિતા પૂર્ણ થયા બાદ પાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી પીપીપી મોડલના નામે આખું શહેર વેચી માર્યું હોવાના ભાજપાના નગર સેવકનો આક્ષેપ




 

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા સોમવારના રોજ પાલિકા કચેરી ખાતે મળી હતી. આચારસંહિતા પૂર્ણ થયા બાદ આ પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં વિકાસના કામો તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નગરસેવકે પાલિકા ઉપર પ્રહાર કરી પીપીપી મોડેલ હેઠળ આખા શહેરને વેચી મરાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
લોકસભાની ચૂંટણીના કારણે છેલ્લા બે મહિનાથી આચારસંહિતા ચાલી રહી હતી અને તેના કારણે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના કામો અંગે ચર્ચા વિચારણા થઈ શકી ન હતી આચારસંહિતા પૂર્ણ થયા બાદ સોમવારના રોજ પાલિકાની સામાન્ય સભા મળી હતી. પાલિકાના સભાખંડમાં યોજાયેલ સામાન્ય સભામાં પ્રથમથી જ ભારે હોબાળો જોવા મળ્યો હતો. 


*શહેરમાં બિલ્ડરના નામે સર્કલનું નામ આપવાનો મુદ્દો ઉછળ્યો* 

શહેરને પી પી પી મોડલ સેવક દ્વારા કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શહેરના હિંમતનગર વિસ્તારના રહેવાસીઓ માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સામાન્ય સભામાં બિલ્ડરના નામે જે સર્કલ બનાવવામાં આવી રહ્યું છે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી શહેરમાં ત્યાં તો કોઈ સ્વાતંત્ર સેનાની ના નામે સર્કલ હોવું જોઈએ અથવા તો અગાઉ જે નામ હતું તે જ નામ આ સર્કલનું રહેવું જોઈએ તેવી રજૂઆત નગરસેવક દ્વારા કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં વિપક્ષ કરતાં સત્તાધારી પક્ષના જ નગરસેવકો દ્વારા વિવિધ મુદ્દાઓ પર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. 



 *સૂર્ય નગર ગરબા ગ્રાઉન્ડનું ભાડું વસુલવું જોઈએ* 


પીપીપી મોડલમાં આખું શહેર વેચાઈ ગયું છે. પાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટના નામે પોતાના મળતિયાઓને ફાયદો કરાવવામાં આવે છે. ઉપરાંત સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પાલિકાનું માલિકીનું છે. એક શાળા દ્વારા છેલ્લા 40 વર્ષથી વપરાય છે તેનું ભાડું વસૂલવું જોઈએ - આશિષ જોષી, નગરસેવક










*સ્વાતંત્ર્ય સેનાની ના નામે સર્કલનું નામ હોવું જોઈએ*


શહેરમાં સર્કલ નું નામ બિલ્ડરોના નામે કરવાનું ચાલી રહ્યું છે જો કે શહેરમાં કોઈ બિલ્ડરોના નામે સર્કલ ના હોય શકે. સ્વાતંત્ર્ય સેનાની ના નામે સર્કલ રાખવું જોઈએ - શ્રીરંગ આયરે, નગર સેવક



*હિંમત નગરના રહીશો રી ડેવલપમેન્ટ માટે રાજી* 

હિંમતનગરના રહેવાસીઓ જર્જરી થ હાલતમાં મકાનો હોવાના કારણે પરેશાન છે અહીંના રહીશો રીડવલપમેન્ટ માટે રાજી છે ત્યારે તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને ત્યારબાદ આ વિસ્તારનું રી ડેવલપમેન્ટ પણ કરવું જોઈએ - અલ્પેશ લિંબચિયા, નગર સેવક

Reporter: News Plus

Related Post