સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ મોટી જાહેરાત કરી છે. રોહિતે પણ T-20 ઈન્ટરનેશનલ માંથી નિવૃત્તિ લઈ લીધી છે.
રોહિતે T20 વર્લ્ડ કપ ફાઈનલ જીત્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં T20 ઈન્ટરનેશનલ માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.ભારતીય કેપ્ટને કહ્યું હતું કે, “આ મારી છેલ્લી T20 મેચ હતી. આ ફોર્મેટને અલવિદા કહેવા માટે આનાથી સારો સમય ન હોઈ શકે. મેં T20 ઇન્ટરનેશનલની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે.
રોહિતે વધુમાં કહ્યું કે, મેં આ ફોર્મેટમાં રમીને ભારત માટે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. હું વર્લ્ડ કપ જીતવા માંગતો હતો."શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ રોહિતે કહ્યું- હું આ વર્લ્ડ કપમાં જીત ઈચ્છતો હતો. તેને શબ્દોમાં સમજાવવું મુશ્કેલ હશે. આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. હું હંમેશા આ ટાઇટલ માટે આતુર હતો. આખરે આ માઈલસ્ટોન હાંસલ કરીને હું ખૂબ જ ખુશ છું.
Reporter: News Plus