દિલ્હી : ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિત ચાર એસ્ટ્રોનોટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં એન્ટ્રી કરી ચૂક્યા છે. સ્પેસ સ્ટેશનમાં એન્ટ્રી કર્યા બાદ ત્યાંના ક્રૂ મેમ્બર્સે તેમનું ઉત્સાહથી સ્વાગત કર્યું.

અંતરિક્ષ સ્ટેશનના ક્રૂ મેમ્બર્સે એક્સિઓમ-4 મિશન કમાન્ડર પૈગી વ્હિટસનનું સ્વાગત કર્યું, જ્યારે તેઓ ભારતીય સમય અનુસાર સાંજે 5:44 વાગ્યે સ્પેસ સ્ટેશનમાં ઉતર્યા. મિશન પાયલટ શુભાંશુ શુક્લા વ્હિટસન બાદ ઉતર્યા હતા. શુક્લાની સાથે પોલિશ એન્જિનિયર સ્લાવોજ ઉજ્નાન્સ્કી- વિસ્નીવસ્કી હતા, જેઓ એક મિશન વિશેષજ્ઞ અને યુરોપિય અંતરિક્ષ એજન્સી પરિયોજનાના અંતરિક્ષ યાત્રી છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ શુભાંશુ શુક્લાએ હિન્દીમાં વાત કરતા દેશવાસીઓના નામે સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, 'પોતાના પ્રેમ અને આશીર્વાદથી હું સુરક્ષિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચી ચૂક્યો છું. ખુબ સરળ દેખાઈ રહ્યું છે અહીં ઉભા રહેવું, પરંતુ થોડુક મુશ્કેલ છે. થોડું માથું ભારે છે, થોડીક તકલીફ થઈ રહી છે, પરંતુ આ ખુબ નાની વસ્તુ છે.'
Reporter: admin







