પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યાર બાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ એકાએક જ તેમણે ગત 18 એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું. જ્યારે આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે.સતત આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી દૂર રહેતા આપમાંથી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ અને ધાર્મિક બંને રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા હતા. ત્યારથી જ શંકા હતી કે આ બંને નેતાઓ કંઈક નવાજૂની કરશે. આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમમાં પણ તેઓ સતત ગેરહાજર રહેતા હતા. અંદરો અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ગંધ આવી ગઈ હતી કે તેઓ પાર્ટી છોડશે. આખરે સ્થિતિ પણ એવી જ ઊભી થઈ. સતત આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી દૂર રહેતા તેઓએ 18 એપ્રિલના રોજ એકાએક પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું.
બસો જેટલા પાટીદાર સમાજના આગેવાનો સાથે BJPમાં જોડાશે.આપમાંથી રાજીનામું આપતાંની સાથે જ અલ્પેશ અને ધાર્મિક માલવિયા બંને ભાજપમાં જોડાઈ જાય તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી. દરમિયાન સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવતીકાલે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા બંને બસો જેટલા પાટીદાર સમાજના આગેવાનો સાથે ભાજપમાં જોડાશે.
Reporter: News Plus