વડોદરા : ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કલા ભુવન મેદાન ખાતે ગણપતિના સ્ટોલ શરૂ થઈ ગયા છે.
ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કલાભવન મેદાન ખાતે ગણપતિના અનેક પ્રતિમા બજારમાં વેચાણ માટે આવી ગઈ છે. શહેરમાં ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેર કલાભવન મેદાન ખાતે ગણપતિની અવનવી પ્રતિમા જોવા મળી જેમાં વધુ પડતી ગણેશજીની પ્રતિમાઓ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બજારમાં આવી છે
ત્યારે લોકોમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવા માટે આવરનેશ જોવા મળી રહી છે ત્યારે કલા ભુવન મેદાન ખાતે વિવિધ પ્રતિમાઓનું વેચાણ માટે મુકવામાં આવી છે ત્યારે આ પ્રતિમા ને વિવિધ ભાવ પણ જોવા મળી રહ્યા છે. કલા ભવન મેદાન ખાતે 200થી વધુ દુકાનો લગાવવામાં આવી છે જેમાં ગણપતિના વિવિધ સ્વરૂપો જોવા મળ્યા હતા.
Reporter: admin