નવી દિલ્હી : દેશમાં આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક કર્યા બાદ હવે મતદાર ઓળખ કાર્ડને પણ આધાર સાથે લિંક કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય ગૃહ સચિવની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ નવી દિલ્હીના નિર્વાચન સદન ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદાકીય વિભાગના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ અને યુઆઇડીએઆઈના સીઇઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવાનું કામ બંધારણના અનુચ્છેદ 326 ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો ટૂંક સમયમાં આ સંદર્ભમાં વધુ ચર્ચા કરશે.
Reporter: admin