News Portal...

Breaking News :

બોયફ્રેન્ડને મળવા સગીર વયની વિદ્યાર્થિનીવડોદરા આવ્યા બાદ પાછી જવા તૈયાર નહિ થતાં પરિવારજનોએ અભયમ પોલીસની મદદ લીધી

2025-05-14 12:41:54
બોયફ્રેન્ડને મળવા સગીર વયની વિદ્યાર્થિનીવડોદરા આવ્યા બાદ પાછી જવા તૈયાર નહિ થતાં પરિવારજનોએ અભયમ પોલીસની મદદ લીધી


વડોદરાઃ અમદાવાદની એક સગીર વિદ્યાર્થિનીએ  બોયફ્રેન્ડને મળવા માટે વડોદરા દોડી આવ્યા બાદ પાછી જવા તૈયાર નહિ થતાં તેના પરિવારજનોએ અભયમ અને પોલીસની મદદ લીધી હતી.


સગીર વયની વિદ્યાર્થિની અગાઉ તેના પરિવાર સાથે વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં રહેતી હતી,પરંતુ ત્યાર બાદ તેઓ અમદાવાદ સ્થાયી થયા હતા.સગીરા તેની માતાના મોબાઇલનો ઉપયોગ કરતી હતી.જે દરમિયાન અગાઉ તેઓ રહેતા હતા તે વિસ્તારમાં એક યુવક સાથે ચેટ પણ પકડાતાં પરિવારજનોએ તેને સમજાવી હતી.દરમિયાનમાં સગીરા માતાનો મોબાઇલ લઇને ઘર છોડીને ચાલી જતાં તેના પરિવારે શોધખોળ કરી હતી.


આખરે તેમને જે શંકા હતી તે મુજબ વડોદરામાં રહેતા બોયફ્રેન્ડને ત્યાં પહોંચ્યા હતા.આ વખતે સગીરા તેની  બહેનપણીને ત્યાં આવી હોવાનું કહી બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળી હતી. આવી ત્યારે પરિવારે સમજાવી હતી.પરંતુ તે અમે જુદા નહિ થઇએ.હું પાછી આવવાની નથી તેમ કહી પરત જવા તૈયાર થઇ નહતી.આખરે પરિવારે અભયમની મદદ લેતાં તેમણે નજીકના પોલીસ સ્ટેશનની મદદ લઇ સ્થિતિ થાળે પાડી હતી.

Reporter: admin

Related Post