વડોદરા : હાલ સમગ્ર શહેરમાં આવનાર દિવસ દરમિયાન ચોમાસાની સિઝનને લઈને પ્રિ મોનસુન કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં હાથ ધરવામાં આવેલ છે.

ત્યારે આ રોજ વોર્ડ નંબર 13 ના બગીખાના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં હાલ વરસાદી કાસનું કામ પૂર જોરમાં ચાલી રહ્યું છે. ત્યારે ખોદકામ દરમિયાન ચોખ્ખા પીવાના પાણીની લાઈનમાં ભંગાર સર્જાતા પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે હાલ શહેરના કેટલાક વિસ્તારોમાં ચોખ્ખા પીવાના પાણીની સમસ્યા છે. નાગરિકોને એક તરફ પીવાના શુદ્ધ પાણી મળી રહેતું નથી.

ત્યારે આ રીતે થતો પાણીનો ફેરફાર કેટલો યોગ્ય છે અને તંત્રની ઉદાસીનતાને કારણે આ રીતે પાણીનો થતો વેડફાટ અટકે અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં આવે અને પીવાના શુદ્ધ પાણીનો ફેરફાર થતો અટકે તે માટે વોર્ડ નંબર 13 ના સામાજિક કાર્યકર રાજેશભાઈ માળી દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ તેમના દ્વારા તંત્રને પણ જાણ કરી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા પણ નિવેદન કરવામાં આવ્યું હતું.

Reporter: admin