News Portal...

Breaking News :

2100 પછી વૈશ્વિક જન્મદર ઘટશે

2025-01-09 09:34:12
2100 પછી વૈશ્વિક જન્મદર ઘટશે


દિલ્હી : છેલ્લી કેટલીક સદીઓમાં વિશ્વની વસતી ઝડપથી વધી હતી. એક રિપોર્ટ અનુસાર, વિશ્વની વસતી વર્ષ 2100 સુધી વધતી રહેશે, પરંતુ જ્યાં લોકો સંતાન પ્રાપ્તિ માટે સક્ષમ નથી તેવા કેટલાક દેશોમાં સંકટની સ્થિતિ રહેશે. 


પરંતુ 2100 પછી વૈશ્વિક જન્મદર પણ ઘટશે અને વસતી ઘટવા લાગશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 200 વર્ષોમાં દુનિયાની વસતીમાં સાત ગણા સુધીનો વધારો થયો છે. આ વૈશ્વિક ઈતિહાસનો સૌથી મહત્ત્વપૂર્ણ સમયગાળો રહ્યો છે, જ્યારે કોઈપણ સમયે વસતીમાં આટલી ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી.યુરોપિયન દેશો ઈટાલી, સ્પેન અને પોલેન્ડની વસતી પણ વધવાને બદલે ઘટી રહી છે. અહીં સરેરાશ જન્મદર માત્ર 1.3 છે. હવે જો એશિયાઈ દેશ જાપાનની વાત કરીએ તો અહીં જન્મદર માત્ર 1.4 છે. જાપાનમાં એક મંત્રીએ તો ગત વર્ષે કહ્યું કે, 'જો આવી જ સ્થિતિ રહી તો આપણા સામે અસ્તિત્વનું સંકટ ઉભુ થશે.' જેમાં જાપાનની સરકાર લગ્નની સંસ્થાને મજબૂત કરવા અને લોકોને બાળકો માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. 



જાપાન સિવાય બેલારુસ, ગ્રીસ, મોરેશિયસ જેવા દેશોમાં પણ જન્મદર માત્ર 1.4 છે.તાઈવાન અને દક્ષિણ કોરિયા વસતી ઘટાડાના સંકટ પર ટોપ સ્થાને છે. જેમાં બંને દેશોનો સરેરાશ જન્મદર 1.1 છે. જેમાં ટકાવ વસતી માટેના ધોરણ કરતા રિપ્લેસમેન્ટ લેવલ 2.1 કરતા ઓછું છે. બંને દેશોમાં સંતાન ન ઈચ્છતા યુગલોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જેના કારણે વસતીને લઈને સંકટવધી રહ્યું છે. જ્યારે દક્ષિણ કોરિયામાં વસતીને લઈને અલગથી જ મિનિસ્ટ્રી બનાવામાં આવી છે. બીજી તરફ, યુદ્ધની માર જીલી રહેલા યુક્રેનમાં વસ્તુનું શંકટે પેદા થયું છે. યુક્રેનમાં સરેરાશ જન્મદર લગભગ 1.2 છે. યુક્રેન ઉપરાંત હોંગકોંગ અને મકાઉમાં પણ આવી જ સ્થિતિ છે.દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં ભારત પ્રથમ સ્થાને આવ્યું અને બીજા નંબરે ચીન પહોંચ્યું. જેમાં 2024માં ભારતનો જન્મદર 2.03 રહ્યો છે.

Reporter: admin

Related Post