News Portal...

Breaking News :

લૉસ એન્જલસ શહેરની પાસેનાં જંગલમાં ભયંકર આગ ફેલાઈ

2025-01-09 09:28:37
લૉસ એન્જલસ શહેરની પાસેનાં જંગલમાં ભયંકર આગ ફેલાઈ


લોસએન્જલસ : દક્ષિણ કેલિફોર્નિયાનાં લૉસ એન્જલસ શહેરની પાસેનાં જંગલમાં ભયંકર આગ ફેલાઈ ગઈ છે. પેસિફિક મહાસાગરનાં તટે રહેલા આ વિસ્તારમાં મહાસાગર પરથી આવતા પવનોએ આગને ઝડપભેર ફેલાવી દીધી હતી. 


ઇટન-ફાયર કહેવાતી આ આગ લૉસ એન્જલસ નગરની નજીકનાં શહેર અલ્ટાડીના પાસેનાં જંગલમાંથી મંગળવારે શરૂ થઇ હતી. સાંજના આશરે ૬.૩૦ કલાકે, અભયારણ્ય પાસેથી આગ શરૂ થઇ હોવાનું અનુમાન છે.આગ એટલી ઝડપથી ફેલાવા લાગી કે હોસ્ટિલ્સમાં રહેલાઓને પાર્કીંગ વૉર સુધી પહોંચાડવા માટે તેમનાં દર્દીનાં કપડામાં જ પૈડાંવાળા ખાટલા અને વ્હીલ ચેર્સમાં લઇ જવા પડયા હતા અને પાર્કીંગ વોરમાં ઉભેલી એમ્બ્યુલન્સોમાં ચઢાવી ભયાવહ વિસ્તારમાંથી બહાર કાઢવા પડયા હતા.આ આગને લીધે આકાશ પહેલાં નારંગી રંગનું પછી લાલ અને તે પછી ધૂમાડાને લીધે કાળું દેખાતું હતું તેમ સોશ્યલ મીડીયા પર વીડીયો દર્શાવતા હતા.


પેસિફિક તટ વિસ્તારના લોકોએ હાહાકાર મચાવી દીધો હતો અને પૃથ્વી પરનાં સ્વર્ગ સમાન હોલીવૂડના થોડા કીલોમીટર દૂરનો વિસ્તાર ભડકે બળી રહેતાં ત્યાં રહેલા ૩૦,૦૦૦થી વધુ નાગરિકોને મહેનતે બહાર કાઢવામાં આવ્યાં હતાં.આ જંગલની આગ શમાવવા ઠેર ઠેરથી લાઈબંબાઓ દોડાવવામાં આવ્યા હતા પરંતુ તેમને મોટી મુશ્કેલી તો તે ઉભી થઇ હતી એક જંગલના પ્રમાણમાં સાંકડા માર્ગો ઉપર અનેક લોકો પોતાની મોટરો પડતી મુકી પગપાળા નાસી રહ્યા હતા. તેનું એક કારણ તે પણ હતું કે આગની અસહ્ય ગરમીથી કદાચ મોટરની ટાંકીમાં રહેલું પેટ્રોલ કે ડીઝલ સળગી ઉઠે તો તેવો મોટરમાં ભડથું થઇ જાય. આડેધડ પડેલી આ મોટરો પેલા લાઈબંબાઓનો માર્ગ અવરોધાતી હતી. તેથી ક્રેનો બોલાવી તે મોટરો દૂર કરવી પડી હતી. તેમાંસમયનો ઘણો દુર્વ્યય થયો હતો. દરમિયાન આગ ભભૂકતી ગઈ.

Reporter: admin

Related Post