અયોધ્યા: અયોધ્યામાં ભગવાન રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે.
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ્ટર દ્વારા દર્શનની યોજના પણ શરૂ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં તમે થોડા પૈસા ચૂકવીને હેલિકોપ્ટરમાં રામ મંદિરના દર્શન કરી શકશો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરી શકે છે.હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના રામ મંદિરના ઍરિયલ વ્યૂના દર્શન માટે અત્યાર સુધી નક્કી કરાયેલું ભાડું પ્રતિ વ્યક્તિ 4130 રૂપિયા છે.
એટલે કે જો કોઈ ભક્ત આ મંદિરના ઍરિયલ વ્યૂના દર્શન કરવા ઈચ્છે છે તો તેણે ઉત્તર પ્રદેશ સરકારને 4130 રૂપિયા ચૂકવવા પડશે. જો કે આ રકમ ચૂકવ્યા બાદ તમને હેલિકોપ્ટર દ્વારા કેટલા સમય સુધી ફેરવવામાં આવશે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.સપ્ટેમ્બર 2025માં થશે કામગીરી પૂર્ણ અયોધ્યામાં બની રહેલું રામ મંદિર જૂન 2025 સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર નહીં થાય, તેના બદલે તેમાં વધારાના ત્રણ મહિનાનો સમય લાગશે અને તે સપ્ટેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે.
Reporter: admin