News Portal...

Breaking News :

છોટાઉદેપુરના નકલી સરકારી કચેરીઓના કેસમાં એડવોકેટ હિતેશ ગુપ્તાની સ્પે.પીપી તરીકે નિમણુક

2025-06-01 10:27:43
છોટાઉદેપુરના નકલી સરકારી કચેરીઓના કેસમાં એડવોકેટ હિતેશ ગુપ્તાની સ્પે.પીપી તરીકે નિમણુક


છોટાઉદેપુર જિલ્લામાં કુલ છ સરકારી કચેરીઓ ખોટી ઉભી કરી તે કચેરીના કાર્યપાલક ઇજનેરના નામનું ખોટું આઇકાર્ડ બનાવી અલગ અલગ કામોની ખોટી દરખાસ્તો (દસ્તાવેજો) તૈયાર કરી 52 દરખાસ્તોના ૪૫૫ કામોની ગ્રાન્ટના કુલ રૂપિયા ૨૧,૭૫,૬૫,૧૧૦/- (એકવીસ કરોડ, પંચોત્તેર લાખ, પાંસઠ હજાર, એકસો દશ રૂપિયા)નું સરકારને આર્થિક નુકશાન પહોંચાડવાના કેસમાં વડોદરાના એડવોકેટ હિતેશ ગુપ્તાની સ્પેશયલ પીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. .

ઇ.પી.કો.કલમ-૧૭૦,૪૧૯,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૨,૪૭૪,૧૨૦(બી),૪૦૬,૪૦૯,૩૪ મુજબ પોતાનો આર્થિક ફાયદો મેળવવા સારૂ ગુન્હાહિત કાવતરૂ રચી સને-૨૦૧૬-૨૦૧૭ થી સને-૨૦૨૨-૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન (૧) નાયબ કાર્યપાલક ઇજનેર સબ ડીવીઝન નં-૧૦ (સિં) ગુજરાત જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ બોડેલી જી.છોટાઉદેપુર (૨) નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઇ યોજના પેટા વિભાગ નં-૧૦ બોડેલી (૩) નાયબ કાર્યપાલક ઇજનેર સબ ડીવીઝન નં-૧૦ (સિં) નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ બોડેલી જી.છોટાઉદેપુર (૪) નાયબ કાર્યપાલક ઇજનેર સબ ડીવીઝન (ન.યો.) નં.૩/૧ બોડેલી (૫) કાર્યપાલક ઇજનેર સિંચાઇ પ્રોજેકટ ડીવીઝન બોડેલી (૬) કાર્યપાલક ઇજને સિંચાઇ વિભાગ નં-૨ બોડેલી ના નામની એમ કુલ છ સરકારી કચેરીઓ ખોટી ઉભી કરી તે કચેરીના કાર્યપાલક ઇજનેરના નામનું ખોટું આઇકાર્ડ બનાવી તેના અધિકારી તરીકે (રાજયસેવક તરીકે) ની ખોટી ઓળખ આપી, બોર્ડર વિલેજ, ટેપ વોટર (મહિલાઓને ઘર આંગણે પીવાના પાણીની યોજના), ન્યુ ગુજરાત પેટર્ન, વનવાસી ખેડુત સશકિત કરણ (F.R.A),ન્યુકિલીયસ બજેટ જેવી યોજના હેઠળ અલગ અલગ કામોની ખોટી દરખાસ્તો (દસ્તાવેજો) તૈયાર કરી, તે દરખાસ્તોમાં તે ખોટી કચેરીના સહી-સિક્કા બનાવી,તે સિક્કા તથા ખોટી સહીઓ કરી,તે દરખાસ્તો નો ખરા તરીકે ઉપયોગ કરી તે દરખાસ્તો પ્રાયોજના વહીવટદાર કચેરી છોટાઉદેપુર ખાતે મોકલી તે ખોટી દરખાસ્તોને સરકારશ્રીના ધારા ધોરણે મુજબ ના હોવા છતાં પોતાને મળેલ સત્તાનો દુરપયોગ કરી સરકારી દ્રારા સોંપેલ ફરજો પ્રત્યે વિશ્વાસઘાત કરી ખોટી રીતે 52 (બાવન) દરખાસ્તોના ૪૫૫ કામોને વહીવટી મંજુર આપી આરોપીઓ દ્રારા તે ગ્રાન્ટના નાણાં ચેકો તથા ઇ-પેમેન્ટથી ખોટી કચેરીના ખોટી સરકારી બેન્ક એકાઉન્ટ ખોલાવી તે બેંક એકાઉન્ટમાં મેળવી પોતાના આર્થિક ફાયદો મેળવવાનો ઇરાદો સિધ્ધ કરી કુલ ૫૨ દરખાસ્તોના ૪૫૫ કામોની ગ્રાન્ટના કુલ રૂપિયા ૨૧,૭૫,૬૫,૧૧૦/- (એકવીસ કરોડ, પંચોત્તેર લાખ, પાંસઠ હજાર, એકસો દશ રૂપિયા)નું આર્થિક નુકશાન પહોંચાડી પોતાના અંગત કામમાં વાપરી તે રકમની ઉચાપત કરી ગુનો કરેલાનું તપાસ દરમ્યાન ફલિત થતાં ઉપરોકત અગિયારેય આરોપીઓ વિરૂધ્‍ધ ચાર્જશીટ થયેલ જેમાં સરકાર દ્વારા સ્પેશ્યલ પી પી તરીકે હિતેશ ગુપ્તાની નિમણૂક કરી. આ કેસમાં કુલ ૬૭૦ જેટલા સાક્ષીઓ તપાસવામાં આવશે.

Reporter: admin

Related Post