ટીડીઓ જીતેશ ત્રિવેદી અને પૂર્વ કમિશનર દિલીપ રાણાની જોડીએ અંતિમ ઘડી સુધી સહિયારો ભ્રષ્ટાચાર કર્યો હોય તો તે તપાસનો વિષય બને છે*.

એ.સી.બી, ગુજરાત તકેદારી આયોગ, શહેરી વિકાસ (તપાસ) એકબીજાના સંકલનમાં રહીને તપાસ કરશે
વડોદરાના પૂર્વ મ્યુનિ.કમિશનર દિલીપ રાણા અને પૂર્વ ટીડીઓ જીતેશ રમણલાલ ત્રિવેદી સામે વડોદરાના જ કોર્પોરેટરે એસીબીમાં ફરિયાદ કરી હતી. આ મામલે એસીબીએ શહેરી વિકાસ મંત્રાલયને તપાસ કરવા માટે પત્ર લખ્યો છે. કોર્પોરેશનના 2 પૂર્વ અધિકારીઓ સામે એસીબીએ તપાસ કરવાનું જણાવતા કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે..વડોદરાના કોર્પોરેટર આશિષ જોશીએ વડોદરાના પૂર્વ મ્યુનિ.કમિશનર દિલીપ રાણા અને પૂર્વ ટીડીઓ જીતેશ રમણલાલ ત્રિવેદી સામે એસીબી અમદાવાદની મુખ્ય કચેરીમાં ફરિયાદ કરી હતી. તેમણે આ બાબતે ગત 17-12-2024ના રોજ ફરિયાદ કરી હતી. એસીબી દ્વારા શહેરી વિકાસ મંત્રાલયને જણાવાયું છે કે પરીપત્ર મુજબ સરકારના દરેક વિભાગોમાં તકેદારી અધિકારીની નિમણુક કરવાનું જણાવાયેલું છે અને સબંધિત તકેદારી અધિકારીને સંદર્ભીત પરિપત્ર મુજબ લાંચ રુશ્વત વિરોધી બ્યુરોને જે કેસમાં સરકાર દ્વારા અને તકેદારી આયોગ દ્વારા તપાસ સોંપાયેલ હોય કે પછી બ્યુરોએ પોતાને મળેલ બાતમીના આધારે તપાસ શરુ કરી હોય તેવા તમામ કેસોમાં બ્યુરોને યોગ્ય મદદ મળી રહે તે જોવાની ફરજ સોંપવામાં આવેલ છે તેમ જણાવેલ છે.
આ પત્રમાં વધુમાં લખાયું છે કે રાજ્યની કોઇ પણ કચેરીમાં કે ખાતામાં વહિવટમાં યોજના અમલમાં કે બાંધકામ ખરીદી જેવી ટેન્ડર પ્રક્રિયાની બાબતમાં ભ્રષ્ટાચારી રીતરસમ અપનાવામાં આવતી હોય કે નિર્ણયને ભ્રષ્ટાચારથી ઇરાદાપૂર્વક વિલંબીત કરવામાં આવતો હોય કે કોઇની અણહક્કની તરફેણ કરવામાં આવતી હોય તેવું જણાય તો તેવા કિસ્સામાં નિવારક તકેદારી નિરીક્ષણ જરુરી બનતું હોવાનું જણાવેલ છે. જેથી આક્ષેપીત જીતેશ રમણલાલ ત્રીવેદી પૂર્વ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર અને દિલીપકુમાર રાણા મ્યુનિ.કમિશનરના વિરુદ્ધના આરોપોની અરજી બાબતે આપની કક્ષાએથી આક્ષેપો અન્વયે નવારક તકેદારી નિરીક્ષણ અંગેની માર્ગદર્શક સુચનાઓની અમલદારી કરવા વિનંતી છે અને તપાસ દરમિયાન ભ્રષ્ટાચાર નિવારણને લગતા અધિનીયમને લગતી જોગવાઇ અન્વયે કોઇ આધારભુત હકિકત જણાઇ આવે તો અથવા તમારા દ્વારા પ્રકરણનો નિકાલ કરાય તો જાણ કરશો તેમ પત્રમાં જણાવાયેલું છે. ઉલ્લેખનિય છે કે આ આરોપોની અરજી કરનારા કોર્પોરેટર આશિષ જોશીને તાજેતરમાં જ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. હરણી બોટકાંડના પીડિતોની મદદ કરવા માટે તથા તેમને વળતર અપાવવાના મુદ્દે તેઓ સતત પીડિતોની પડખેi રહ્યા હતા.

આશિષ જોશીએ એસીબીમાં શું ફરીયાદ કરીહતી.
આશિષ જોષીએ ગત 17-12-2024ના રોજ એસીબીના ડાયરેક્ટર શમશેરસિંઘને પત્ર દ્વારા રજઆતો કરી હતી કે 31-08-2022ના રોજ પૂર્વ ટીડીઓ જીતેશ રમણલાલ ત્રિવેદી વયમર્યાદાના કારણે વયનિવૃત્ત થતાં તેમને 01-092022ના રોજ તેમને 11 માસના કરાર આધારિત નિમણુક કરવાની પરવાનગી શહેરી વિકાસ વિભાગ ખાતે માંગી મંજૂરી મેળવવાની કાર્યવાહી શરુ કરાઇ હતી જે બાબતે તેમને જાણવા મળ્યું હતું કે ગત 27-12-2022ના રોજ સેક્શન અધિકારી કિશનસિંહ ઝાલાએ મ્યુનિ.કમિશનરને ઉદ્દેશીને આરોપી જીતેશ ત્રિવેદીની નિમણુકને મંજૂરી આપવામાં આવી ન હતી અને આ પત્રથી 11-11-2021ના ઠરાવનો ઉલ્લેખ કરી સામાન્ય વહિવટ વિભાગ સચિવાલય ના ઠરાવ મુજબ નિવૃત્ત થયેલ કર્મચારી કે અધિકારીની થયેલી નિમણુંકોનો તાત્કાલિક અસરથી અંત લાવવાની જાણ કરાઇ હતી. પણ મ્યુનિ કમિશનર દિલીપ રાણાએ કોઇ ચોક્કસ કારણોસર 27-12-2022ના ગુજરાત સરકારના આદેશનું પાલન ના કરી વય નિવૃત્ત અધિકારી જીતેશ ત્રિવેદીની નોકરી ગેરકાયદેસર રીતે ચાલુ રાખી હતી. મ્યુનિ.કમિશનર દિલીપ રાણાએ જાણી જોઇને જીતેશ ત્રિવેદીની નિવૃત્તી બાદ ટીડીઓના હોદ્દા પર ચાલુ રાખ્યા હતા. મ્યુનિ કમિશનર દિલીપ રાણા અને જીતેશ ત્રિવેદીએ સરકારની જોગવાઇનું પાલન ના કરી કૌભાંડ કરી કરાર આધારિત નિમણુંક કરી હતી અને વડોદરા કોર્પોરેશન અને ગુજરાત સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી પોતાના હોદ્દાનો ગંભીર રીતે દુરપયોગ કર્યો હતો
અન્ય મોટા ભ્રષ્ટાચાર કરેલા છે કે કેમ તેની પણ તપાસ થવી જરુરી છે
ટીડીઓ તરીકે જીતેશ ત્રિવેદીએ 1-09-2022થી 20-06-2024ના ગાળામાં નિતી વિષયક અને તેમની ગેરકાયદેસર નિમણુક દરમ્યાન તેમની ફરજ હેઠળ જે કોઇ નિર્ણયો લેવાયેલ છે તે સદંતર ગેરકાયદેસર છે અને આ ગાળામાં તેમણે જે કામ કરેલું છે તે ઘણું જ શંકાસ્પદ અને બિન અધિકૃત કામોને રેગ્યુલરાઇઝ તથા પરવાનગી લગત કામોની તપાસ થાય તે જરુરી છે. આ સમયગાળામાં આરોપીઓએ એક બીજા સાથે મેળાપીપણામાં કોઇ અંગત આર્થિક ફાયદા સારુ ઘણા મોટા ભ્રષ્ટાચાર કરેલા છે કે કેમ તેની પણ તપાસ થવી જરુરી છે તેમ આશિષ જોશીએ પત્રમાં જણાવ્યું છે.
સરકારી નાણાનો પગાર તરીકે ચુકવવાનો દુરપયોગ
આ ગાળામાં જીતેશ ત્રિવેદીની ગેરકાયદેસર નોકરી ચાલુ રહી હતી. જેથી સરકારી નાણાનો પગાર તરીકે ચુકવવાનો દુરપયોગ કર્યો છે અને ટીડીઓ તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી પરવાના આપવામાં આવ્યા છે. અને કરોડોની લાંચની હેરફેર થઇ છે તેવી હકિકત જણાય છે. સ્થાયી સમિતી અને કોર્પોરેશનની સામાન્ય સભામાં તેમની નિમણુકની દરખાસ્તને પણ સરકારની મંજૂરી મેળવવા કમિશનરને અધિકૃત કરાયા હતા પણ સરકારનો એ પત્ર કે જેમાં કમિશનરને કરાર આધારિત નિમણુકોનો અંત લાવવા માટે સ્પષ્ટ જણાવાયું હતું તે પત્ર સભા સમક્ષ બદઇરાદાપૂર્વક રજૂ કરાયો ન હતો. અને સ્થાયી સમિતી તથા સામાન્ય સભાના તમામ સભ્યોને ગેરમાર્ગે દોરી ખોટી ભલામણ કરી સરકારના આદેશ વિરુદ્ધ પ્રવૃત્તી કરેલી છે. જેથી સમગ્ર બાબતની તપાસ થવી જરુરી છે
સરકારી નાણાનો પગાર તરીકે ચુકવવાનો દુરપયોગ
આ ગાળામાં જીતેશ ત્રિવેદીની ગેરકાયદેસર નોકરી ચાલુ રહી હતી. જેથી સરકારી નાણાનો પગાર તરીકે ચુકવવાનો દુરપયોગ કર્યો છે અને ટીડીઓ તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી પરવાના આપવામાં આવ્યા છે. અને કરોડોની લાંચની હેરફેર થઇ છે તેવી હકિકત જણાય છે. સ્થાયી સમિતી અને કોર્પોરેશનની સામાન્ય સભામાં તેમની નિમણુકની દરખાસ્તને પણ સરકારની મંજૂરી મેળવવા કમિશનરને અધિકૃત કરાયા હતા પણ સરકારનો એ પત્ર કે જેમાં કમિશનરને કરાર આધારિત નિમણુકોનો અંત લાવવા માટે સ્પષ્ટ જણાવાયું હતું તે પત્ર સભા સમક્ષ બદઇરાદાપૂર્વક રજૂ કરાયો ન હતો. અને સ્થાયી સમિતી તથા સામાન્ય સભાના તમામ સભ્યોને ગેરમાર્ગે દોરી ખોટી ભલામણ કરી સરકારના આદેશ વિરુદ્ધ પ્રવૃત્તી કરેલી છે. જેથી સમગ્ર બાબતની તપાસ થવી જરુરી છે
હવે શહેરી વિકાસ વિભાગે તપાસ કરવી જ પડશે
જે પુરાવા મે એસીબીને સોંપ્યા છે તે પુરાવા એવા છે કે એસીબીએ પ્રકરણની તપાસ શહેરી વિકાસ તરફી કરી છે. આ જ શહેરી વિકાસનો પત્ર દિલીપ રાણાને છે કે જીતેશની સેવાનો અંત લાવવો. તો પણ તેને ચાલુ રાખ્યો હતો. શહેરી વિકાસે જ પત્ર લખ્યો છે. તેના આધારે જ મારી રજૂઆત થઇ છે તેથી એસીબીએ સ્પષ્ટપણે કાયદાનો હવાલો આપીને તપાસ કરવા જણાવ્યું છે. હવે શહેરી વિકાસ વિભાગે તપાસ કરવી જ પડશે અને હવે કોઇ સંજોગોમાં બચવાના ચાન્સ નથી
આશિષ જોશી, કોર્પોરેટર
Reporter: admin







