ગળતેશ્વર બાર એસોસિએશનના વકીલ મિત્રોએ આજરોજ ગળતેશ્વર મામલતદારમાં ફરજ બજાવતા રમણભાઈ વાઘેલાની મનસ્વી વર્તનની રજૂઆત કરવા કલેકટર ઓફિસે કલેક્ટરને મળ્યા
ગળતેશ્વર તાલુકાની અંદર હગામી ધોરણે નોકરી કરતા રમણભાઈ વાઘેલાની દાદાગીરી છેલ્લા ઘણા સમયથી ચરણ સીમાએ પહોંચી હોય જેનો ભોગ અવારનવાર તાલુકાની પ્રજા બનતી હોય છે તેમ જ જન્મ પરચુરણ તેમજ અન્ય નાના-મોટા કામો તેઓ સંભાળતા હોય જેમાં પણ ગળતેશ્વર બાર એસોસયેશનના વકીલ મિત્રો સાથે અસભ્ય વર્તન આ રમણભાઈ કરતા હોય જેથી ગળતેશ્વર બારના વકીલમિત્રોએ આ બાબતની ફરિયાદ તેમજ આવેદનપત્ર ગળતેશ્વર મામલતદારને આપેલ હતો
તે બાબતે યોગ્ય પગલા ન ભરાતા આજરોજ ગળતેશ્વરના વકીલમિત્રો આ બાબતે યોગ્ય ન્યાય મળે તે માટે નડિયાદ કલેકટર ને મળી આ બાબતને મૌખિક રજૂઆત કરી છે ત્યારે કલેકટર છીએ આ બાબતે યોગ્ય તપાસ કરાવવાની વકીલ મિત્રોને ગયા ધારણા આપી છે
Reporter: admin