News Portal...

Breaking News :

નાણાકીય વર્ષ 2025માં એડવાન્સ ટેક્સ કલેક્શન 27.34 ટકા વધીને 1.49 લાખ કરોડ રૂપિયા થઈ

2024-06-19 10:01:35
નાણાકીય વર્ષ 2025માં એડવાન્સ ટેક્સ કલેક્શન 27.34 ટકા વધીને 1.49 લાખ કરોડ રૂપિયા થઈ


આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં, સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે 38.31 લાખ કરોડ રૂપિયાની કુલ કર આવકનો અંદાજ મૂક્યો છે. તેમાંથી પ્રત્યક્ષ કર દ્વારા રૂ. 21.99 લાખ કરોડ અને પરોક્ષ કર દ્વારા રૂ. 16.31 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.


ગયા નાણાકીય વર્ષમાં સરકારે પ્રત્યક્ષ કર દ્વારા 19.58 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ રકમ નાણાકીય વર્ષ 2022-23 કરતા 17 ટકા વધુ હતી. નાણાકીય વર્ષ 2025માં અત્યાર સુધીમાં એડવાન્સ ટેક્સ કલેક્શન 27.34 ટકા વધીને 1.49 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. તેમાંથી રૂ. 1.14 લાખ કરોડ કોર્પોરેટ આવકવેરો છે અને રૂ. 34,470 કરોડ વ્યક્તિગત આવકવેરો છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 53300 કરોડના રિફંડ ઈશ્યુ કર્યા છે. 


આ રકમ ગયા વર્ષની સરખામણીમાં લગભગ 34 ટકા વધુ છે.સ્થાનિક અર્થતંત્ર મજબૂત રહે છે અને દેશનું ટેક્સ કલેક્શન સતત ઝડપી ગતિએ વધી રહ્યું છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં એટલે કે એપ્રિલથી જૂન 17 સુધીમાં દેશનું કુલ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 4.63 લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે ગત સમાન સમયગાળાની સરખામણીમાં 21 ટકા વધુ છે.

Reporter: News Plus

Related Post