વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે વડોદરા શહેરમાં ઉભી થયેલી આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
બીજી તરફ લોકોને પીવાનું પાણી અને ભોજન મળી રહે એ માટે તંત્ર દ્વારા તડામાર રીતે એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરાવવામાં આવ્યા હતા અને તેમાંથી આજે વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી ગીતા દેસાઇએ જણાવ્યું કે, આણંદથી ૧૦ હજાર ફૂડ પેકેટ અને ૨૦ હજાર પાણીની બોટલ મંગાવવામાં આવી છે. આ ઉપરાંત વાઘોડિયા સહિતના આસપાસના નગરોમાંથી પણ ફૂડ પેકેટ મંગાવવામાં આવ્યા છે.
વડોદરા મહાપાલિકા દ્વારા ઝોન વાઇઝ સામાજિક સંસ્થાઓ સાથે સંકલન કરવા માટે અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેથી સંસ્થાઓ તરફથી મળેલા પેકેટ યોગ્ય સ્થળે વિતરણ થઇ શકે. વિશ્વામિત્રીના કિનારેથી સ્થળાંતર કરી સલામત સ્થળે રાખવામાં આવેલા નાગરિકોને પણ ભોજન આપવામાં આવી રહ્યું છે
Reporter: admin