સાત એરપોર્ટે નાણાકીય વર્ષ 2023-24માં 10 લાખ મેટ્રિક ટનથી વધુ કાર્ગોની સુવિધા કરી 30.1% નો
નોંધપાત્ર બજાર હિસ્સો મેળવ્યો.અગાઉના નાણાકીય વર્ષ (9,44,912 મેટ્રિક ટન) ની સરખામણીમાં 7% y-
વધારો નોંધાયોઆંતરરાષ્ટ્રીય કાર્ગો ટનેજનું પ્રમાણ 662,258 મેટ્રિક ટન તે 9% y-o-y વૃદ્ધિ નોંધાઈ ટોચની
કોમોડિટીઝમાંઓટોમોબાઈલ્સ,ફાર્માસ્યુટિકલ્સ,ખાદ્યચીજવસ્તુઓ,ઈલેક્ટ્રીકલ્સ/ઈલેક્ટ્રોનિક્સ અને
ઈજનેરી માલનો સમાવેશ થાય છે.સ્થાનિક અગ્રણી સ્થળોમાં દિલ્હી,બેંગલુરુ અને કોલકાતા અને આંતરરાષ્ટ્રીય
ક્ષેત્રોમાં U.K,UAE, જર્મની,નેધરલેન્ડ અને U.Sનો સમાવેશ થાય છે.
મુંબઈ, 9 જૂન 2024: અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ નાણાકીય વર્ષ 2023-2024માં 10 લાખ ટન એર કાર્ગોનું નોંધપાત્ર સંચાલન કરી માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આ સિદ્ધિ AAHL ની મજબૂત ઓપરેશનલ ક્ષમતાઓ અને ઉડ્ડયન ઉદ્યોગમાં વ્યૂહાત્મક વૃદ્ધિને દર્શાવે છે.મજબૂત વૃદ્ધિ નોંધાવતા AAHLએ નાણાકીય વર્ષ 2023-24માં 10,13,115 મેટ્રિક ટનના નોંધપાત્ર કાર્ગોની સુવિધા થકી 30.1% બજાર હિસ્સો મેળવ્યો છે. જેનું કુલ કાર્ગો ટનેજ 9,44,912 મેટ્રિક ટન હતું, અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં આ નોંધપાત્ર 7% y-o-y વધારો દર્શાવે છે.નાણાકીય વર્ષ 2023-2024માં AAHLની કાર્ગોની મેનેજ કરાયેલી કામગીરી મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય હતી - કાર્ગોનો 65% હિસ્સો આંતરરાષ્ટ્રીય હતો. તે મજબૂત સ્થાનિક હાજરી જાળવીને વિશ્વવ્યાપી કામગીરીના સંચાલનમાં AAHLની કાર્યક્ષમતા દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય કાર્ગો ટનેજનું પ્રમાણ 6,62,258 મેટ્રિક ટન હતું, જે અગાઉના નાણાકીય વર્ષના 6,06,348 મેટ્રિક ટનની સરખામણીએ નોંધપાત્ર 9% y-o-y વૃદ્ધિ નોંધાવે છે.કાર્ગો કામગીરીમાં ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, નાશવંત, ઈલેક્ટ્રીકલ્સ/ઈલેક્ટ્રોનિક્સ અને ઈજનેરી સામાન સહિત કોમોડિટીનો સમાવેશ થાય છે. જે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (મુંબઇ), સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (અમદાવાદ), ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ (લખનૌ), તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ, લોકપ્રિયા ગોપીનાથ બોરડોલોઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ (ગુવાહાટી) અને જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હેન્ડલ કરવામાં આવ્યા હતા.કાર્ગો માટેના મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્થળોમાં જર્મની, નેધરલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો સમાવેશ થાય છે.આ સિદ્ધિ અંગે જણાવતા AAHLના CEO અરુણ બંસલે જણાવ્યું હતું કે, “અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડમાં અમે ઓપરેશનલ કાર્યક્ષમતા માટે સતત નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યા છીએ. કાર્ગો ટર્મિનલ્સે આ નાણાકીય વર્ષમાં 1 મિલિયન ટનથી વધુ હેન્ડલ કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સિદ્ધિ ભારતમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને એરફ્રેઈટ કામગીરીમાં મુખ્ય સુવિધા આપનાર તરીકેની અમારી સ્થિતિને મજબૂત બનાવે છે.”
નાણાકીય વર્ષ 2023-2024 AAHL ની સફરની હાઇલાઇટ્સ:
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર માર્ચ 2024માં નાણાકીય વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ વોલ્યુમ જોવા મળ્યું.
એરપોર્ટને 2 પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા: કાર્ગો એરપોર્ટ ઓફ ધ યર - એર કાર્ગો ઈન્ડિયા 2024
બેસ્ટ કાર્ગો એરપોર્ટ - ઈન્ડિયા કાર્ગો એવોર્ડ્સ 2023માં કાર્યક્ષમતા અને ડિજીટાઈઝેશન.
નવા ફ્રેઈટ ઓપરેટર્સમાં ઉમેરો: ચેલેન્જ ગ્રુપ, CMA CGM એર કાર્ગો, એર પેસ, કેન્યા એરવેઝ, ઈન્ડિગો અને યુગાન્ડા એરલાઈન્સ.
મુંબઈ ખાતે SACT એ સ્થાનિક કાર્ગો કામગીરીમાં ડિજિટાઈઝેશન તરફ એક મોટું પગલું ભરીને વેપાર ભાગીદારો દ્વારા 100% વર્ચ્યુઅલ એકાઉન્ટ વપરાશનો અમલ કર્યો.સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (અમદાવાદ) એ ઈન્ડિગોના પ્રથમ A320 નિયો ફ્રેઈટરને 18 મે, 2024ના રોજ સફળતાપૂર્વક હેન્ડલકર્યું ચૌધરી ચરણ સિંઘ ઈન્ટરનેશનલ એરપોર્ટ (લખનૌ) ખાતે આંતરરાષ્ટ્રીય કાર્ગો કામગીરીએ માર્ચ 2024માં અત્યાર સુધીની સૌથી વધુ 700 ટનની માત્રા હાંસલ કરી હતી.અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) વિશેAAHL ને 2019 માં અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની 100% પેટાકંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક્સમાં વૈશ્વિક અગ્રણી બનવાના તેના વિઝનને અનુરૂપ, અદાણી જૂથે છ એરપોર્ટના સંચાલન, સંચાલન અને વિકાસ માટે સૌથી વધુ બોલી લગાવીને એરપોર્ટ સેક્ટરમાં પહેલું સાહસ કર્યું: અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ અને તમામ છ એરપોર્ટ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે કન્સેશન કરાર પર હસ્તાક્ષર કર્યા. AAHL મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.માં 74% હિસ્સો ધરાવે છે, નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.માં 74% હિસ્સો ધરાવે છે. તેના મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ પોર્ટફોલિયોમાં આઠ એરપોર્ટ સાથે AAHL ભારતની સૌથી મોટી એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, જે મુસાફરોની સંખ્યામાં 23% અને ભારતના એર કાર્ગો ટ્રાફિકનો 30% હિસ્સો ધરાવે છે.
Reporter: News Plus