કોઈપણ પ્રગતિ અને વિકાસશીલ રાષ્ટ્ર માટે ક્રિયાશીલ યુવા ધન એ સૌથી મોટી સંપત્તિ છે. દેશની પ્રગતિ અને વિકાસનો આધાર મહદ અંશે યુવાધન પર નિર્ભર કરતો હોય છે.
ભારતમાં સંખ્યાની દ્રષ્ટિએ યુવાનોની વસ્તી ખૂબ મોટી છે. આથી જ ભારત એ સમગ્ર વિશ્વમાં યુવાન રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. આ સંજોગોમાં યુવાનો ભારતની પ્રગતિ અને વિકાસમાં ઘણું ચાવીરૂપ યોગદાન આપી શકે છે. યુવાનોએ દેશની પ્રગતિ અને વિકાસ માટે યોગદાન આપવા આગળ આવવું જોઈએ તેવો મત અત્રેના આજવા રોડ સ્થિત પંડિત દિનદયાલ ઓડિટોરિયમ ખાતે વડોદરા વિભાગીય ખડાયતા પરિષદ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત ખડાયતા યુવા કોન્કલેવ 2.0 માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોને પ્રેરક સંબોધન કરતા શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ આમ જણાવ્યું હતું.સમાજના વિવિધ ક્ષેત્રોમાં યુવાનોના યોગદાનની તાતી જરૂરિયાત હોવા પર ભાર મૂકી તેમણે આ માટે યુવાનોને પહેલ કરી આગળ આવવા અનુરોધ કર્યો હતો.
યુવાનોમાં દેશની તસ્વીર અને તાસીર બદલવાનું સામર્થ્ય રહેલું છે તેમ જણાવી તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા શક્તિની ભારોભાર પ્રશંસા કરી યુવા કોન્કલેવના આયોજન માટે વડોદરા વિભાગીય ખડાયતા પરિષદ ટ્રસ્ટના પ્રયાસોને આવકારદાયી લખાવ્યા હતા.ચર્ચા - સંવાદ, વાત - વાર્તાલાપ ના માધ્યમથી યુવાનોને નીત નવા સંશોધનો માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે ઉપરાંત યુવાનોમાં પરસ્પર સહકાર અને સંકલનની ભાવના વધુ વિકસે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે શહેરના આજવા રોડ પર આવેલ પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આજે ખડાયતા યુવા કોન્કલેવ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું.
Reporter: admin