વાઘોડિયા રોડ, ડી માર્ટ પાસે આવેલી સોસાયટીઓમાં સપાટો બોલાવી પાલિકાએ ઢોરો જપ્ત લેવા સાથે માલિકો સામે દંડાત્મક પગલાં તેમજ ગેરકાયદેસર ઢોરવાડા અને નીતિ નિયમોની અવગણના કરતા પશુ માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
પાણીગેટ પોલીસનો બંદોબસ્ત સાથે રાખી કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને પશુપાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પશુપાલકોનું કહેવું છે કે તેમના ઢોરવાડા કાયદેસરના છે તેમના પશુઓને ટેગ પણ કરેલા છે આમ છતાં તે પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ પાલિકાના અધિકારી વિજય પંચાલ નું કહેવું છે કે કેટલાક પશુઓને ટેગીંગ કરેલ નથી તેમજ ગંદકી ફેલાવવી કે લોકો સામે જોખમ ઊભું કરવું તે પણ નીતિ નિયમોનું ઉલ્લંઘન છે
જેથી આ કાર્યવાહી કરવી આવશ્યક છે. અધિકારી ના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 3 ઢોર જપ્ત કરવામાં આવ્યા છે તેમજ 3500 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાલિકાની કાર્યવાહી અંતર્ગત માત્રા નાના પશુપાલકો ભોગ બને છે. જ્યારે સેકડો પશુઓ ધરાવતા પશુપાલકો સામે પાલિકાની ટીમ વામણી થઈ જાય છે.
Reporter: admin