વડોદરા: શહેરના સમા તળાવ પાસે એબેક્સ સર્કલ બ્રિજની કામગીરી ચાલી રહી છે

આ કામગીરી દરમિયાન સવારના 4:30 કલાકે કોન્ટ્રાક્ટર માં કર્મચારીઓની બેદરકારીના કારણે બ્રિજના પિલ્લર બનાવવા માટે ખોદવામાં આવતા ખાડાની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઈનમાં લીકેજ થયું હતું અને પીવાનું કરોડો ગેલન પાણી આજુબાજુની ગટરો તેમજ સમા તળાવમાં વહી ગયું હતું.

આ સાથે ટ્રાફિક ગામના દ્રશ્યો પણ સર્જાયા હતા એક બાજુ ઉનાળો છે પીવાના પાણીની સમસ્યા છે ત્યારે બીજી બાજુ બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટર ની બેદરકારી દાખવતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી હતી.



Reporter: admin