News Portal...

Breaking News :

પોલીસ ના જાહેરનામા નો ભંગ કરનાર બે હોટલો સામે કાર્યવાહી

2024-04-18 21:16:03
પોલીસ ના જાહેરનામા નો ભંગ કરનાર બે હોટલો સામે કાર્યવાહી

સાઇ શ્રધ્ધા હોટલ" તથા "આગમન હોટલ" હોટલમા પથિક સોફ્ટવેરમાં જાહેરનામાં મુજબ એન્ટ્રી નહી તથા પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન નહી કરી  જાહેરનામાનો ઉલંઘન કરતા કાયદેસર કાર્યવાહી કરતી વડોદરા શહેર એસ.ઓ.જી. કમિશ્નર નરસિમ્હા કોમાર સાહેબ તથા એસ.ઓ.જી પો.ઇન્સ શ્રી વિ.એસ.પટેલ નાઓ તરફથી સુચના મળેલ કે, આગામી લોકસભા સમાન્ય ચુંટણી -૨૦૨૪ શાન્તિથી પુર્ણ થાય અને કોઇ અસામાજીક તત્વો બહારથી આવીને વડોદરા શહેરમાં રોકાણ કરી સુલેહશાંતીનો ભંગ કરે કરાવે નહી

 તે માટે વડોદરા શહેરમાં આવેલ મુસાફરોને રહેવાની સગવડ પુરી પાડતા દરેક સ્થળો હોટલો, લોજ, ધર્મશાળા, બોર્ડીંગ તથા મુસાફરખાનાઓનું ચેકીંગ કરવુ તેઓ તરફથી પથિક સોફ્ટવેર ઇંસ્ટોલ કરેલ છે કે કેમ ? તથા તેમા રજીસ્ટરમા થતા તમામ એન્ટ્રીઓ પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રીઓ કરેલ છે કે કેમ? તથા હોટલમાં આવતા જતા મુસાફરોના વીઝીટીંગ કાર્ડ, આઇ.ડી.પ્રુફ, મોબાઇલ નંબર તથા હોટલમા સી.સી.ટી.વી. કેમેરા લગાડેલ છે કે કેમ? અને લગાડેલ હોય તો છેલ્લા ત્રણ માસનું બેકઅપ રાખવામાં આવેલ છે કે કેમ ? તે બાબતે તમામ હોટલોનુ ચેકીંગ હાથ ધરવાની અને જે સંચાલકો તરફથી આ પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામા આવેલ ન હોય અને એન્ટ્રીઓ ઓનલાઇન કરેલ ન હોય અને સી.સી.ટી.વી. કેમેરા લગાડેલ ન હોય કે તેનુ નિયમ મુજબ બેકઅપ રાખેલ ન હોય તેવા સંચાલકો વિરૂધ્ધ જી.પી.એક્ટ કલમ-૩૩(૧) ના W તથા Y અન્વયે જાહેર કરેલ જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી કરવી તે મુજબની સુચનાઓ મળેલ હોય તે આધારે વડોદરા શહેર વિસ્તારમાં સ્ટાફ સાથે હોટલ ચેકીંગમા નિકળેલા દરમ્યાન હરણી, ગોલ્ડન ચોકડી પાસે, નેશનલ હાઇવે નં. ૮ દરજીપુરા ખાતે આવેલ "સાંઇ શ્રધ્ધા હોટલ" તથા " હોટલ આગમન" નામની હોટલ ચલાવી તેમા નિયમ મુજબ હોટલમાં આવતા જતા મુસાફરોની પથિક સોફ્ટવેર માં એન્ટી નહી કરી તેમજ નોંધનું રજીસ્ટર નિયમ મુજબ નહી નિભાવતા તથા પથિક સોફ્ટવેરમાં પોતાની હોટલનું રજીસ્ટ્રેશન કરેલ ન હોય જે બાબતે તેના વિરુદ્ધમાં જાહેરનામાં ભંગ બદલ હરણી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે.

Reporter: News Plus

Related Post