વડોદરામાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો. પોલીસે રોલો પાડતા બુલેટચાલકો સામે કાર્યવાહી કરતાં 53 બુલેટ જપ્ત કર્યા. યુવાનો બુલેટના સાઈલેન્સર મોડીફાઇડ કરી ન્યુસન્સ ફેલાવતા હતા.

જેથી પોલીસે ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરતાં બુલેટ જપ્ત કરી મોડીફાઇડ સાઇલેન્સર FSLમાં ચકાસણી માટે મોકલ્યા. શહેરમાં ટ્રાફિક પોલીસ એકશનમાં આવી છે. ટ્રાફિક પોલીસ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ન્યૂસન્સ તત્ત્વો સામે આકરા પગલા લીધા. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં યુવાનો પોતાની બુલેટના સાઈલેન્સર મોડીફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હતા.

આ વિસ્તારના લોકોએ વારંવાર કરાતા યુવાનોની આ હેરાનગતિને લઈને ફરિયાદ કરી હતી. પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું. દરમ્યાન કેટલાક યુવાનો રોલો પાડવા તેજ ગતિએ બુલેટ ચલાવતા હતા. જેના કારણે લોકોને માથું ફાટી જાય તેવો અવાજ આવતો હતો. વધુ પડતો ધ્વનિ કેટલીક વખત વૃદ્ધો અને માસૂમ બાળકો માટે હાનિકારક બને છે. આથી સરકાર દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

Reporter: admin