ડભોઇ : રંગઉપવન બગીચો થી એસટી ડેપો સુધીના ડભોઇ નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાનું કામગીરી માટે ખોદેલા ખાડા કામ પતી ગયું છતાં પણ કેટલીક જગ્યાએ ખાડા હોય આજરોજ એક કન્ટેનર ખાડામાં ફસાઈ ગયું હતું.

કન્ટેનર ખાડામાં ફસાતા ટ્રાફિકજામ થઈ જવા પામ્યો હતો ડભોઇ નગરપાલિકા દ્વારા ઠેરઠેર ડ્રેનેજ અને પીવાના પાઇપ લાઇનના કામો ચાલતા હોય કામ પત્યા બાદ ખાડા પુરાતા નથી જેને લઈને વાહન ચાલકો અને નગરજનો તાહીમામ પોકારી ઊઠ્યા છે

ખાડાઓના કારણે વારંવાર વાહન ચાલકોને વાહન ફસાવવાના કારણે તકલીફ બેઠવાનો વારો આવી રહ્યો છે ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો જે જગ્યાનું કામ પૂરું થઈ ગયું હોય ત્યાં ખાડા વહેલી તકે મજબૂતીથી પૂરી દે અને લોકોની તકલીફની સમસ્યા દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે.

Reporter: admin







