ડભોઇ : તાલુકાના ચાંદોદ પાસે ના ગામડી ગામ નજીક ટ્રેનની અડફેટે ગત મોડી રાત્રે દીપડાનું કરુંણ મોત નીપજ્યું હતું ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પર થી મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ટ્રેનની પસાર થઈ રહી હતી

દરમિયાન ટ્રેનની અડફેટે નર દીપડાનું મોત થયું હતું નર દીપડાની ઉંમર અંદાજિત ૧૦ થી ૧૧ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે આગે રેલવે તંત્ર દ્વારા જાણ કરાતા નેચર હેલ્પ ફાઉન્ડેશન ની ટીમ અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃત દીપડા નો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી પીએમ ની તજવીજ હાથ ધરીપોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છેકે ટ્રેનની અડફેટે દીપડાના આ ત્રીજી ઘટના છે પહેલી અકસ્માત માર્ચ 2024 માં બન્યો હતો,બીજો 23 જાન્યુઆરી 2025 અને ત્રીજો બનાવો આજરોજ બન્યો છે
જેમાં અંદાજિત ૧૦ થી ૧૧ વર્ષની ઉંમરનો 120 કિલો વજન ધરાવતો દીપડો મોડી રાત્રે ટ્રેનની અડફેટે આવી 70 થી 80 ફૂટ રેલવે બ્રિજથી નીચે નદીમાં ફંગોળાયો હતો અને કરુણ મોત નીપજ્યું હતું.આજ સ્થળે દીપડાના મોતની ત્રીજી ઘટના ઘટના બનતા ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે વન વિભાગ અને રેલવે તંત્ર સાથે મળી બ્રિજ ફરતે ફેન્સીંગ ઊભી કરવાની વ્યવસ્થા નહીં ગોઠવે તો હજુ પણ વધારે દીપડા મોતને ભેટવાની સંભાવના રહેલી છે આ વિસ્તારમાં ઘણા દિપડાઓ માનવીને નુકસાન પહોંચાડ્યા વિના કરે છે વસવાટ ત્યારે આ વિસ્તારમાં વસતા વન્યજીવો ના રક્ષણ હેતુ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ ખૂબ સકારાત્મક રીતે કામ કરી રહી હોય ટ્રેન અકસ્માતમાં ત્રીજા દીપડાનું મોત નીપજ્યું હોય ફાઉન્ડેશનના સભ્યોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું.
Reporter: admin







