અમદાવાદ: પોલીસની જીપમાં જ હત્યાનો એક આરોપી બીયર પીતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અમદાવાદ પોલીસની વાનમાં બેસી આરોપી તેમજ પોલીસ કર્મચારી બિયર પીતા હોવાનું દેખાઈ રહ્યું છે. જો કે આ વિડીયો સાબરમતી રીવરફ્રન્ટનો હોવાનું બહાર આવ્યું છે. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તપાસના આદેશ આપ્યા હોવાની પણ વિગતો મળી રહી છે.
હાલ ખૂબ જ વાયરલ થઈ રહેલો આ વિડીયો લગભગ એકાદ વર્ષ જૂનો હોવાનું જાણવા મળી રહયું છે. વિડીઓમાં દેખાઈ રહેલો આરોપી દેત્રોજ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં જેલમાં બંધ છે. જોરાવરસિંહ ઝાલા નામનો આ આરોપી મૂળ મહેસાણા જિલ્લાના કટોસણ ગામનો છે. જ્યારે તે દારૂના જથ્થા સાથે પકડાયો હતો ત્યારે આ વીડિયો બનવાવમાં આવ્યો હતો. તેની સામે હત્યા, લુંટ, મારામારી, અને દારૂની હેરાફેરી સહિતના લગભગ 9 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે. વીડિયોની ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.
આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. પોલીસની જીપમાં જ દારૂની મજા માણી રહેલા આરોપીના વિડિયોથી એ પણ પ્રશ્ન ઉદભવે છે કે સામાન્ય સંજોગોમાં શું પરિસ્થતિ હશે. આ વિડીયો પોસ્ટ થયા બાદ લોકો અનેક યુઝર્સ કમેંટ કરી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું હતું હતું કે રાજસ્થાનમાં ભલે દારૂબંધી ન હોય પણ ત્યાં પોલીસની જીપમાં તો આરોપી દારૂ નથી જ પીતા. જો કે બીજા એક યુઝર્સે એવું લખ્યું હતું કે 'હવે મંત્રી આવીને એવું કહેશે કે તેમાં તો મિનરલ વોટર હતું.'
Reporter: News Plus