News Portal...

Breaking News :

શ્રીલંકાની જેલમાં કેદ 15 ગુજરાતીઓને મુક્ત કરાવવાની ભારત સરકારની જવાબદારી શક્તિસિંહ

2024-07-12 18:55:56
શ્રીલંકાની જેલમાં કેદ 15 ગુજરાતીઓને મુક્ત કરાવવાની ભારત સરકારની જવાબદારી શક્તિસિંહ



અમદાવાદ : ગુજરાતમાંથી પ્રવાસ અર્થે ગયેલા 15 જેટલા ગુજરાતીઓને શ્રીલંકાની કોલંબો રિમાન્ડ પ્રિઝન (CRP) ખાતે કેદ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી શક્તિસિંહ ગોહિલે ટ્વિટર (X) પર આપી હતી.



 તેમણે ટ્વિટ કરીને વિદેશમાં આપણા નાગરીકોની સુરક્ષા એ વિદેશ મંત્રાલય અને ભારત સરકારની જવાબદારી છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે.  શ્રીલંકાની જેલમાં કેદ આપણા ગુજરાતીઓને તાત્કાલિક મુક્ત કરાવવા તેમજ સહીસલામત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય, એમ્બસી તથા વડાપ્રધાનને ઈ-મેઈલ દ્વારા વિનંતી કરી છે.
કડિયા ભદ્રેશભાઇ, કડિયા રીધાન મગનભાઇ, કડિયા નટુભાઇ, કડિયા મગનભાઇ, માંકડા અસીમ શબ્બીર ભાઇ, રાજ્યગુરૂ ચિરાગભાઇ, માંકડા હસીન મુસ્તાક, સરવૈયા કૃપાલસિંહ રણજીતસિંહ, રાઠોડ દેવાંગ મનીષભાઇ, પ્રજાપતિ રોનક, જીવાણી પ્રથમ અને લુણાગરીયા શૈલેષ આમ કુલ 15 વ્યક્તિઓ શ્રીલંકાની જેલમાં કેદ છે. 




વિદેશ મંત્રાલયનું કામ એમ્બેસીનું કામ આપણા નાગરિકોની વિદેશમાં સંપૂર્ણ સુરક્ષાનું કામ પ્રથમ ક્રમનું હોવું જોઇએ. બાલાસિનોરથી આવેલા લોકોએ કહ્યું હતું કે વોટ્સઅપ કોલ પર રોજગારી નોકરી આપવાની લાલચ આપીને કેટલાકને થાઇલેન્ડ બોલાવ્યા અને ત્યાંથી મ્યાનમાર લઇ જવામાં આવ્યા છે અને તે સંપર્ક વિહોણા છે. આ સંપૂર્ણ વિગતો મેં વિદેશ મંત્રાલયમાં મોકલી મોકો મળશે તો આ મુદ્દો હું સંસદમાં ઉઠાવીશ.

Reporter: News Plus

Related Post