વડોદરા રેલવે સ્ટેશનમાં મિલકત સંબંધી ગુનામાં પકડાયેલા આરોપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચ વેસ્ટર્ન રેલવે વડોદરા(GRP) પોલીસે પાસા હેઠળ અટકાયત કરીને પાલનપુર જેલમાં ધકેલી દીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે સુનિલ ભરતભાઇ ચુનારા (રહે, પેલેડીયમ મોલ પાસે ફુટપાથ પર, અમદાવાદ) સામે વડોદરા રેલવે પોલીસમાં ત્રણ ગુના નોંધાયા હતા અને તેને ભયજનક વ્યક્તિ તરીકે પાસા હેઠળ અટકાયત કરી તેને પાસા હેઠળ પાલનપુર જેલમાં ધકેલી દેવાયો છે.
Reporter: admin







