રાજકોટ: મહાનગરપાલીકા વર્ગ ૧ના ઈન ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનીલકુમાર બેચરભાઈ મારુ લાંચ લેતા ACB ની ટ્રેપમાં ઝડપાયા હતા.
આ કામના ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગની કામગીરી કરતા હોય રાજકોટ શહેરમાં એક ઇમારતમાં પોતે કરેલ ફાયર સેફ્ટી અંગેનું એનઓસી કામ પેટે ઈન ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનીલકુમાએ ફરિયાદી પાસે ૩,૦૦,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ હતી. જેથી જેતે વખતે ફરિયાદીએ રુપયા ૧,૨૦,૦૦૦ આપી દીધેલ અને બાકીના લાંચના રુપયા ૧,૮૦,૦૦૦ ચાર પાંચ દીવસમાં આપી જવાનું જણાવેલ હતું .
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીનાઓએ જામનગર એસીબીનો સંપર્ક કરેલ હતો. ફરિયાદીની ફરિયાદ આધાર ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના અધિકારીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૧,૮૦,૦૦૦ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રૂ.૧,૮૦,૦૦૦ લાંચના નાણાં સ્વીકારી પોતાના રાજ્ય સેવક તરીકેનાં હોદ્દાનો દુરઉપયોગ કરી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો કર્યા હતો.
Reporter: admin