વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચોમાસા પૂર્વે વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવી, વરસાદી કાસની સફાઈ, વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે, એમાં પણ શહેરમાં જાહેર માર્ગો પરના વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની અને ટ્રીમીંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
જોકે આ કામગીરી આમ તો રૂટીન હોય છે, પરંતુ ચોમાસા પૂર્વે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને પાલિકાના અધિકારીઓ દ્વારા વડોદરા શહેરમાં આવેલ કાંસો ની મુલાકાત લીધી હતી વરસાદના પાણીને નિકાલ માટે વડોદરા શહેરમાં આવેલ ત્રણ મુખ્ય કાંસોમાંથી પાણીનો નિકાલ થતો હોય છે જેને લઈને ચોમાસામાં વરસાદનું પાણી સરળતાથી નીકળી જાય અને ચોમાસુ શરૂ થતા પહેલા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા ગાજરાવાળી વિસ્તારમાં આવેલ કાસની મુલાકાત લીધી હતી અને વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ માટે રૂપારેલ, ભૂકી અને માસીયા કાશ ની પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે.
ગાજરાવાળી સૂએજ પંપીંગ સ્ટેશન ખાતે રૂપારેલ કાશ જે વૃંદાવન થી નીકળે ઘાઘરેંટિયા થઇ જામ્બુવા નદી માં પાણી જાય છે. તેની હાલ માં સાફ સફાઈ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. હાઇવે ને જોડતા કાસની પણ સફાઈ કરવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ ઝોનમાં વરસાદી ગટરની સ્થાપના કઈ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં વરસાદ પડે અને જલ્દી પાણીનો નિકાલ થઈ જાય તેના માટે પાલિકા કટિબંધ છે. એના માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન ના અધિકારીઓ મારાં સૂચના મુજબ કામગીરી કરી રહ્યા છે. આગામી 1 મહિના સુધી પ્રિ-મોન્સૂન ની કામગીરી ચાલશે.
Reporter: News Plus