થોડા સમય અગાઉ આરએસએસ ચીફ મોહન ભાગવતે જણાવ્યું હતું કે ૭૫ વર્ષ પૂરા થાય એટલે બાજુએ ખસી જવું જોઈએ, જેથી બીજા કામ કરી શકે.ત્યારબાદ બે દિવસ પહેલા જ મોહન ભાગવતે દિલ્હીમાં જાહેરમાં કહી દીધું હતું કે કોણે કહ્યું 75 વર્ષે રીટાયર્ડ થઈ જવું જોઈએ. અભી બોલા અભી ફોક!! ટૂંકમાં તેમણે હજી જવાબદારી સોંપાય તો, નિભાવવાની તૈયારી બતાવી.જો સંઘ કામ સોંપે તો 80 વર્ષે પણ જે કહે તે કામ કરવા માટે એ તૈયાર રહેશે.
પ્રધાનસેવક મોદીજી પણ 75 વર્ષ પૂરા થશે એટલે રાજીનામું આપશે તેવી વાત વહેતી થઈ હતી. પરંતુ દિલ્હીનાં ત્રણ દિવસનાં કાર્યક્રમમાં આર.એસ.એસ ચીફ મોહન ભાગવતે જાહેરમાં ફેરવી તોળ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોહન ભાગવત પણ આ વર્ષે 75 વર્ષ પૂરા કરશે. એમણે પણ આડકતરી રીતે કામગીરી કરવાની તૈયારી બતાવી હતી.
ભાવતું હતું અને વૈદે કહ્યું !! મોહન ભાગવતનાં ભાષણથી ૬૦ વર્ષથી ઉપરના કેટલાક કાર્યકરોની હવે આશા બંધાઈ છે કે તેમને પણ કદાચ કામ કરવાનો મોકો મળી શકે છે. ટિકિટ અપાઈ શકે છે. ઉંમરનું બંધન હવે એમને નડશે નહીં. જોઈએ આ ચૂંટણીમાં પ્રદેશ સંગઠન હવે શું નિર્ણય લે છે? આ અગાઉ કેટલાક સિનિયર સિટીઝન નેતાઓને/કાર્યકરોને સંગઠને ઘરે બેસાડી દીધા હતા.*
Reporter: admin







