News Portal...

Breaking News :

મેયર પત્રિકા કાંડમાં વગોવાયેલા અલ્પેશ લિંબાચીયાને સોશિયલ મીડિયામાં પ્રતિક જેઠવાએ મેની મેની રીટર્ન્સ ઓફ ધ ડે ની શુભકામના પાઠવી

2025-08-30 09:29:45
મેયર પત્રિકા કાંડમાં વગોવાયેલા અલ્પેશ લિંબાચીયાને સોશિયલ મીડિયામાં પ્રતિક જેઠવાએ મેની મેની રીટર્ન્સ ઓફ ધ ડે ની શુભકામના પાઠવી

વોર્ડ પ્રમુખને પાર્ટીના હાઇકમાન્ડની બીક નથી અને શહેર ભાજપ પ્રમુખની પણ બીક નથી !! 




બે વર્ષ પહેલાં વડોદરાના તત્કાલિન મેયર નિલેશ રાઠોડ સામેની પત્રિકા કાંડમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર અલ્પેશ લિંબાચીયાને ખુદ ભાજપના વોર્ડ પ્રમુખ પણ જાહેરમાં એટલે સોશિયલ મીડિયામાં જન્મદિનની મુબારક આપી રહ્યા છે અને શહેરના ભાજપ પ્રમુખ અને અન્ય નેતાઓ તમાશો જોયા કરે છે. ખરેખર તો શહેર ભાજપ પ્રમુખે આવા કાર્યકરો કે જે ભાજપના જ નેતા સામે પત્રિકા ફેરવે તેને જન્મદિનની મુબારક આપે તો તેમને તત્કાળ સસ્પેન્ડ જ કરી દેવા જોઇએ પણ ભાજપનું આ જ દોગલાપણું છે. મેયર પત્રિકા કાંડમાં વગોવાયેલા અલ્પેશ લિંબાચીયાને સોશિયલ મીડિયામાં પ્રતિક જેઠવાએ મેની મેની રીટર્ન્સ ઓફ ધ ડે ની શુભકામના પાઠવી હતી અને હેપી બર્થ ડે અલ્પેશ ભાઇ તેમ લખીને અલ્પેશ લિંબાચીયાનો ફોટો પણ મુકેલો છે. શહેર ભાજપના વોર્ડ પ્રમુખ થઇને પ્રતીક જેઠવાએ આ જે પોસ્ટ કરી છે તે જોતાં જ શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. એક વોર્ડ પ્રમુખ તેમની જ પાર્ટીના મેયરની વિરુદ્ધમાં પત્રિકા કાંડ કરે તેને જન્મદિનની શુભકામના સોશિયલ મીડિયા પર આપે તો સમજો કે તેની કેટલી હિંમત હશે કે તે પાર્ટીના હાઇકમાન્ડને પણ ગાંઠતો નથી કે હાઇકમાન્ડની તેને બીક નથી અને શહેર ભાજપ પ્રમુખની પણ તેને બીક નથી. બાકી એવા ભલ ભલા નેતાઓ અને કાર્યકરો છે જે હાઇકમાન્ડની વિરુદ્ધ ગયા છે તે આજે ક્યાંય શોધ્યા જડતા નથી ત્યારે પ્રતિક જેઠવા હવે સસ્પેન્ડ કરાય છે કે કેમ તેની રાહ ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો જોઇ રહ્યા છે. પ્રતિક જેઠવા એક માત્ર એવો કાર્યકર નીકળ્યો કે તેણે અલ્પેશ લિંબાચીયાને હેપી બર્થ ડેની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તે જ બતાવે છે તે પ્રતિક જેઠવા કોઇને પણ ગણકારતો નથી અને તેના માટેનો અલ્પેશ લિંબાચીયા જ સર્વસ્વ છે 



તત્કાલિન મેયર પત્રિકા કાંડને તો વડોદરાની જનતા જાણે જ છે...


 વડોદરાની જનતા જાણે છે કે બે વર્ષ પહેલા વડોદરાના મેયર વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પત્રિકા બહાર પાડનાર અલ્પેશ લીમ્બાચીયાની જે તે સમયે પોલીસે ધરપકડ કરી હતી. સાળાની ધરપકડ થયા બાદ તેના બનેવી અને વોર્ડ નંબર-19ના ભાજપાના કાઉન્સિલર અલ્પેશ લીમ્બાચીયાએ કોર્પોરેશનના પક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું હતું. તે સમયના પ્રમુખ ડો.વિજય શાહે અલ્પેશ લિંબાચીયાને બરતરફ પણ કર્યા હતા.જે તે સમયે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર નિલેશ રાઠોડ અને તેમના બે ભાઈઓ પર ગંભીર આક્ષેપો કરતી નનામી પત્રિકાઓને ભાજપા અગ્રણીઓ અને હોદ્દેદારોને પોસ્ટથી મોકલીને મેયરને બદનામ કરવાના બનાવની ક્રાઈમ બ્રાન્ચમાં આરોપીઓના નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ પત્રિકાકાંડમાં સંડોવાયેલા શહેર ભાજપાનાં તે વખતના શાસકપક્ષનાં નેતા અલ્પેશ લિંબાચિયાના સાળા અને સાઢુભાઈની ધરપકડ કરી હતી.

Reporter: admin

Related Post