News Portal...

Breaking News :

બોટાદ ખાતે થયેલા ખેડૂત અત્યાચાર પર આમ આદમી પાર્ટીએ કાળી પટ્ટી પેહરી વિરોધ દર્શાવ્યો

2025-10-13 15:24:13
બોટાદ ખાતે થયેલા ખેડૂત અત્યાચાર પર આમ આદમી પાર્ટીએ કાળી પટ્ટી પેહરી વિરોધ દર્શાવ્યો


બોટાદ ખાતે ખેડૂતો પર થયેલા અત્યાચાર અંગે આમ આદમી પાર્ટી દ્વારા કાળા દિવસ તરીકે મનાવી કાળી પટ્ટી પેહરી વિરોધ દર્શાવ્યો હતો.


ગતરોજ બોટાદ ખાતે ખેડૂતોનું એ પી એમ સી ના વિરોધમાં વિશાળ મહાપંચાયતનું આયોજન હતું . તેમાં પંચાયત સંમેલન ન થવા દેવા માટે તેને નિષ્ફળ બનાવવા માટે તાનાશાહી ભાજપની આદેશથી બોટાદની કિલ્લેબંધી કરી પોલીસ છાવણીમાં ફેરવી નાખી ખેડૂતો પર અશ્રુ ગેસ છોડી લાઠીચાર્જ કરી ઘરે ઘરે જઈ તમામ ખેડૂતોને દરવાજા તોડીને ઘરમાંથી યુવાનો વડીલો અને મહિલાઓને બહાર કાઢી તેમની પર લાઠીચાર્જ કર્યો . 


અંગ્રેજોએ પણ ન કર્યો હોય તેવો જુલમ એમની ઉપર કરવામાં આવ્યો કદાચ ભારતના ઇતિહાસમાં આ પહેલો એવો  બનાવ બન્યો હશે. તેને લઈને વડોદરા આમ આદમી પાર્ટીએ કાળા દિવસ તરીકે જાહેર કર્યો છે જેતલપુર આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ અશોક ઓઝા,લોકસભા ઇન્ચાર્જ વડોદરા. પિન્ટલ રામી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ એકત્રિત થઈ કાળી પટ્ટી પહેરી સૂત્રોચાર સાથે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન કર્યો હતો .

Reporter: admin

Related Post