વડોદરા: શહેર (દક્ષિણ) કચેરી ખાતે લોકો સરકારી કામકાજ માટે આવતા હોય છે,સવારથી લોકોની લાઇનો પડે છતાં સુવિધાના અભાવ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરી હતી.

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, વડોદરા શહેર (દક્ષિણ) કચેરી ખાતે સ્થાનિક નાગરિકોને પોતાના આધારકાર્ડ, રેશનકાર્ડ અપડેટ્સ સહિતની કામગીરી માટે વહેલી પરોઢે એટલે કે ત્રણ વાગ્યાથી લાંબી લાંબી લાઇન લગાવવી પડે છે અહીં માત્ર 120 લોકોને જ ટોકન આપવામાં આવે છે કારણ કે એક જ ડેસ્ક પર કામગીરી ચાલતી હોય છે જેના કારણે 120 ટોકન સિવાયના લોકોને ઉજાગરા વેઠીને ધક્કો ખાઇ પરત જવાનો વારો આવે છે, વારંવાર ધક્કા ખાવા પડે છે આજે ગુજરાત રાજ્ય એ દેશમાં સૌથી વધુ સરપ્લસ ટેક્સ ભરતું રાજ્ય હોવા છતાં અહીં સરકારને જરૂર પડતાં કાગળો માટે નાગરિકોને પરેશાન થવાનો વારો આવે છે

કારમી મોંઘવારીમાં લોકોની મર્યાદિત આવક છે તેમાંય ઘણા લોકો આજે લોન લઇને બેઠા હોય છે આવામાં નોકરિયાત વર્ગને એક દિવસ રજા પાડવી પોષાય તેમ નથી કારણ કે જો એક દિવસ રજા પડે તો તેનો પગાર કપાત થાય તેના નોકરી પર્ફોમન્સ પર અસર થાય બીજી તરફ સરકારને જરૂર પડતાં કાગળો માટે નોકરી ધંધો છોડી લોકોને વહેલી સવારથી ટોકન માટે લાઇનો લગાડવી પડે સાથે જ સિનિયર સિટીઝન્સ કે બિમાર લોકો માટે કોઇ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી નથી એક તરફ સરકાર ડિજીટલ ઇન્ડિયા તથા ટેકનોલોજી પર ભાર મૂકે છે બીજી તરફ હકીકત કંઇક અલગ જ ચિતાર રજૂ કરે છે ત્યારે સમગ્ર મામલે વધુ ડેસ્ક શરૂ કરવા તથા 120 ટોકનની જગ્યાએ 500 ટોકન આપવાની રજૂઆત સાથે આજરોજ આમ આદમી પાર્ટી, માંજલપુર દ્વારા વિનય ચૌહાણની આગેવાનીમાં મામલતદાર (દક્ષિણ) ને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.



Reporter: admin







