વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે ગૌરીવ્રતનું જાગરણ હોવાથી વિસર્જન દરમિયાન અનહોની બની. ગૌરી વ્રતના જવારાના વિસર્જન માટે ગયેલો એક યુવક વાડી વિસ્તારના મહાદેવ તળાવમાં ડૂબ્યો. ઘટનાની જાણ થતા પાણીગેટ પોલીસ સહીત ફાયર વિભાગની ટિમ ઘટનાસ્થળે દોડી આવી
ગઈકાલે કુંવારીકાઓનું ગૌરીવ્રતનો છેલ્લો દિવસ એટલેકે કે જાગરણ હતું જેથી ગઈકાલ રાતથી જ શહેરના અનેક તળાવ ખાતે ગૌરી વ્રતના જવારા વિસર્જન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વાડી વિસ્તારના મહાદેવ તળાવમાં પણ ગૌરી વ્રતના જવારાનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તે દરમિયાન ગૌરી વ્રતના જવારા વિસર્જન માટે ગયેલો એક યુવક તળાવમાં ડૂબી જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
વાડી વિસ્તારના મહાદેવ તળાવમાં જાગરણની રાત્રીએ જવારા વિસર્જન કરવા માટે આવેલ એક યુવકને તરતા ન આવડતું હોવા છતાં તે તળાવમાં ઉતરી જતા તેનું ડૂબવાથી મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના ફાયર લાશ્કરો રેસક્યુ માટે તળાવ ખાતે પહોંચ્યા હતા.સાથે જ પાણીગેટ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.આ ઘટનાને લઈને મહાદેવ તળાવ ખાતે લોકટોળાં એકત્ર થઇ ગયા હતા. ફાયર વિભાગની ટીમે શોધખોળ કરતા ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો. જેના બાદમાં પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
Reporter: admin