વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજાએ તેમની અવિરત મહેર વરસાવતા વડોદરા શહેરમાં માંડવી, મંગળબજાર,રાવપુરા,કારેલીબાગ સહીતના અનેક વિસ્તારો માં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે
તો બીજી તરફ નર્મદા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ વરસ્યો છે. સતત વરસાદના પગલે નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં એક દિવસીય રજા જાહેર કરવામાં આવી. રાજ્યભરમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ વિરામ બાદ અનેક જગ્યાએ વરસાદી મહેર વરસાવી છે. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં સતત બે દિવસથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે નર્મદા જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ પડવાના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. અને આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડવાના કારણે નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં એક દિવસ ની રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમમાંથી આજે 30,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવશે. તેમજ કરજણ ડેમમાંથી પાણી છોડાશે. ત્યારે ભદામ, હજરપુરા, તોરણા સહિત ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
Reporter: