વડોદરા શહેરમાં અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવે છે. વડોદરાના માંજલપુરમાં રેસ્ટોરન્ટમાં કામ કરતો યુપીના યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાગ્રસ્ત,સારવાર દરમિયાન તોડ્યો દમ.

માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી હિટ એન્ડ રન ની ઘટના સામે આવતા ચકચાર મચ્યો.મળતી માહિતી મુજબ રેસ્ટોરન્ટમાં કામ કરતો કારીગર રોડ ક્રોસ કરતો હતો તે દરમ્યાન બાઇક ચાલકે ટક્કર મારી અને યુવક દસ ફુટ આગળ ઢસડાઈને પડ્યો તેને સયાજી હોસ્પિટલમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો,જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, ભોગ બનનાર નું નામ બિપિન ગૌતમ હોવાનું બહાર આવ્યું,પોલીસે પૂરઝડપે બાઈક હંકારી અકસ્માત સર્જનાર યુવકની શોધખોળ હાથધરી
Reporter:







