News Portal...

Breaking News :

કાળા કલરનો ખેસ ધારણ કરીને પશ્ચિમ બંગાળના બેહરામપુરના સાંસદ યુસુફ પઠાણ ઘર સામે યુવકનો વિરોધ

2025-04-17 15:50:58
કાળા કલરનો ખેસ ધારણ કરીને પશ્ચિમ બંગાળના બેહરામપુરના સાંસદ યુસુફ પઠાણ ઘર સામે યુવકનો વિરોધ


વડોદરા : વક્ફ બિલને લઈને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસથી કોમી તોફાનો થઈ રહ્યા છે, ત્યારે આજે વડોદરા ખાતે એક યુવકે ગળામાં કાળા કલરનો ખેસ ધારણ કરીને પશ્ચિમ બંગાળના બેહરામપુર સીટ પરથી વિજેતા બનેલા સાંસદ યુસુફ પઠાણ ઘર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. 


ઉલ્લેખનીય છે કે ક્રિકેટર યુસુફ પઠાણ વડોદરા ખાતે તાંદલજા વિસ્તારમાં આવેલા બંગલામાં રહે છે અને તે પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી ટીએમસીના સાંસદ તરીકે વિજેતા બન્યા હતા.પશ્ચિમ બંગાળમાં યુસુફ પઠાણ જે લોકસભા સીટ પરથી વિજેતા બન્યા હતા તે લોકસભા ક્ષેત્રમાં વક્ફ બિલના કારણે કોમી તોફાન થયા હોવા છતાં હજી સુધી યુસુફ પઠાણે શાંતિનો કોઈ સંદેશ આપ્યો નથી. 


આ ઉપરાંત ઘટનાને વખોડી કાઢી ન હોવાના કારણે આજે ગજેન્દ્ર ગોસ્વામી નામના યુવકે યુસુફ પઠાણના ઘર સામે ગળામાં કાળો ખેસ ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેને માંગ કરી હતી કે કોમી તોફાનની ઘટનાને સાંસદે વખોડી કાઢવી જોઈએ અને શાંતિનો સંદેશ પણ આપવો જોઈએ.

Reporter: admin

Related Post