વડોદરા : ગુજરાત સરકાર રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત ભરમાં યોગ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખસ્વામી તીર્થ સોસાયટીમાં કોમન પ્લૉટમાં છેલ્લા છ મહિનાથી યોગ કેન્દ્ર ચાલી રહ્યું છે

જેમાં સોસાયટીની આશરે 30 થી 35 જેટલી મહિલાઓ બહેનો ભાગ લઈ રહી છે. યોગ કરવાથી બહેનોમાં માનસિક અને શારીરિક રીતે તંદુરસ્તી વધી હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે, વિના મુલ્યે ચાલતી યોગ શિબિરમાં ટ્રેનિંગ લઈ યોગા ટીચર પણ બની શકાય છે. ભારતમાં પ્રાચીન કાળથી ઋષિ કાળ થી ચાલી આવતી યોગ કરવાની પરંપરાને આજે સ્વભરમાં સ્થાન મળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે, ગુજરાત સરકાર દ્વારા સંચાલિત યોગ બોર્ડ દ્વારા વિના મુજે ચાલતા યોગ કેન્દ્રોના યુગ ટીચરોને માનદવેતન પણ આપવામાં આવે છે.
Reporter: admin