અમદાવાદ: રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી. મહિલા ગ્રાહક બનીને આવી તે બાદ અચાનક તેણે તેના હાથમાં રહેલા મરચાનો પાવડર સોનીની આંખમાં નાખવાનો પ્રયાસ કર્યો.

જોકે આ મરચા પાવડર સોનીના આંખમા ન જતા સોની તરત જ ઉભો થયો અને તેણે ચોરી કરવા આવેલી મહિલાને એક બાદ એક ધડાધડ 17 લાફા ઝીંકી દીધા હતા.આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના અંગે સોનીએ તો ફરિયાદ કરવાની ઇન્કાર કર્યો છે પરંતુ પોલીસે મહિલાની તપાસ શરૂ કરી છે.મહિલાએ મરચાનો પાવડર સોનીની આંખમાં નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો રાણીપ શાકમાર્કેટ પાસે સોના-ચાંદીની દુકાનમાં બપોરના સમયે સોની બેઠા હતા. ત્યારે એક મહિલા ગ્રાહક બનીને આવી હતી. આ મહિલા દુકાનમાં આવતા જ તેણે પોતાની પાસેના મરચાનો પાવડર સોનીની આંખમાં નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સોનીએ મહિલાને એક બાદ એક 17 લાફા ઝીંક્યા જોકે આ પાવડર સોનીની આંખમાં ગયો નહોતો. બાદમાં સોનીને મહિલાના ઇરાદાની જાણ થતા તેણે પોતાની જગ્યાએથી ઊભા થઈને મહિલાને એક બાદ એક 17 લાફા મારી દીધા હતા.સોની ટેબલ કૂદી મહિલા પાસે આવ્યો ને મહિલાને ખેંચીને દુકાનની બહાર કાઢી સોની ટેબલ કૂદીને મહિલા પાસે આવ્યો અને મહિલાને ખેંચીને દુકાનની બહાર પણ કાઢી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ પણ થઈ છે.પોલીસે CCTVના આધારે મહિલાની તપાસ શરૂ કરી રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે સોની આ અંગે ફરિયાદ કરવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ પોલીસે CCTVના આધારે મહિલાની તપાસ શરૂ કરી છે.
Reporter: admin







