News Portal...

Breaking News :

મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન હેઠળ સયાજીગંજ વિધાનસભામાં આજે કાર્યશાળાનું આયોજન

2025-11-06 13:27:25
મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન હેઠળ સયાજીગંજ વિધાનસભામાં આજે કાર્યશાળાનું આયોજન


વડોદરા શહેર ના લક્ષ્મીપુરા વિસ્તારમાં ખાનગી  પાર્ટી પ્લોટ મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) હેઠળ સયાજીગંજ વિધાનસભામાં આજે કાર્યશાળાનું આયોજન



ભારતીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં "મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન" (SIR - Special Intensive Revision) શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા તમામ ૧૮૨ વિધાનસભામાં એક સાથે કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાનની વિસ્તૃત માહિતી આપવા માટે આજે સયાજીગંજ વિધાનસભા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય સમાચાર વિગતો કાર્યશાળાની વિગતો અભિયાનનું નામ: SIR - મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન આ કાર્યશાળામાં મતદાર યાદી સુધારણા અભિયાન (SIR)*ની ઝીણવટભરી માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે વિધાનસભાના ધારાસભ્ય, SIR-વિધાનસભા પ્રભારી, ઇન્ચાર્જ (BLA-1) અને સહ-ઇન્ચાર્જઓ, વોર્ડ ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જઓ સહિત પક્ષના અગ્રણીઓને હાજર રહેવા જણાવાયું હતું. તે ઉપરાંત, વિધાનસભા વિસ્તારમાં રહેતા સાંસદ, રાષ્ટ્રીય/પ્રદેશ/શહેરના હોદ્દેદારોઓ/આગેવાનઓ, કાઉન્સિલરઓ, શિક્ષણ સમિતિ સભ્યઓ, શહેર કારોબારી સભ્યઓ, શહેર મોરચાના પદાધિકારીઓ, વોર્ડ સંગઠન ટીમ, તમામ બુથ પ્રમુખ અને તમામ BLA-2ને પણ આ અભિયાનમાં સક્રિય યોગદાન આપવા માટે કાર્યશાળામાં અચૂક હાજરી આપવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો હતો.


SIR અભિયાનનો સમયગાળો અને તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીએ તમામ અપેક્ષિત કાર્યકર્તાઓને પોતાને લાગુ પડતી વિધાનસભાની કાર્યશાળમાં સમયસર હાજરી આપી "સુરક્ષિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા" આહ્વાન કર્યું છે.અભિયાનના ભાગરૂપે, દરેક ઘરના સભ્યોને પાસપોર્ટ સાઇઝના ફોટા, ઇલેક્શન કાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્ષ ફરજિયાત તૈયાર રાખવા જણાવાયું છે.મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની મુખ્ય તારીખો: ૪ ડિસેમ્બર સુધી: મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવવાની કામગીરી પૂર્ણ કરાશે.ડિસેમ્બર: હંગામી મતદારયાદી પ્રસિદ્ધ કરાશે.૯ ડિસેમ્બર થી ૮ જાન્યુઆરી સુધી ભૂલ હોય તો સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે.૩૧ જાન્યુઆરી સુધી દાવાઓની સુનાવણી તથા ચકાસણી કરાશે.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને સુવ્યવસ્થિત કરવાનો અને કોઈપણ પાત્ર નાગરિક મતદાનથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે.

Reporter: admin

Related Post