News Portal...

Breaking News :

સુરતથી ડ્રગ્સ ખરીદી સુરેન્દ્રનગર વેચવા માટે ગયેલી રાજકોટની મહિલા ઝડપાઇ

2024-04-30 11:22:16
સુરતથી ડ્રગ્સ ખરીદી સુરેન્દ્રનગર વેચવા માટે ગયેલી રાજકોટની મહિલા ઝડપાઇ

મહિલા પેડલર ઝડપાતા સુરેન્દ્રનગરના ડ્રગ માફિયાઓના નામ ખુલવાની સંભાવના

સુરેન્દ્રનગર જિલ્લા માંથી દારૂ પકડાવાની બાબત તો સામાન્ય બની ગઇ છે. પરંતુ હવે ધીરે ધીરે સુરેન્દ્રનગરમાં ડ્રગ્સ અને હેરોઇનના નશાનો પણ કારોબારો મોટો થતો જાય છે. રાજકોટથી ડ્રગ્સ વેચવા માટે આવેલી મહિલાને એસઓજી ટીમે પકડી લેતા ચાકાવનારી વિગતો સામે આવી હતી.મહિલા પાસેથી કુલ રૂ.86650 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.

સુરેન્દ્રનગરમાં કોઇ ખાનગી રાહે ડ્રગ્સની હેરાફેરી કરતુ હોવાની હકીકત મળતા એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટ અને ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં દરોડો પાડતા રાજકોટ આણંદનગર બ્લોકનં 7,કવાટરનં 287માં રહેતી રીના ઉર્ફે ફાતિમા રણજીતભાઇ ગોહેલને પકડી લીધી હતી. તેની પાસેથી કુલ રૂ.86650નો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.


રીના ઉર્ફે ફાતિમા આ ડ્રગ્સનો જથ્થો સુરતના એ.કે.રોડ પરથી લાવી હતી. જેથી તપાસનો રેલો હવે સુરત સુધી પહોંચશે

સુરેન્દ્રનગરમાંથી મહિલા પાસેથી બે અલગ અલગ પ્રકારની વસ્તુઓ પકડાઇ છે.જેમાંઓપીએટીવ્ઝ ડેરીવેટીવ (હેરોઇન) કુલ4.95 ગ્રામ અને મેકેડ્રોઇ (એમ.ડી.)નો 5.65 ગ્રામ મળી આવ્યુ હતુ. આ બંને અલગ અલગ પ્રકારની નશાકારક વસ્તુ છે.તેમનુ મટરીયલ પણ અલગ હોય છે.પોલીસ સાણસામાં સપડાયેલી મહિલા ડ્રગ્સની હેરાફેરીમાં ઘણા સમયથી હોવાથી પોલીસને આશંકા છે આટલુ જ નહી પરંતુ તેના સંપર્ક ડ્રગ્સના મોટા માફિયાઓ સાથે પણ હોવાની શકયતાઓ સેવાઇ રહી છે. આ મહિલા પકડતા સુરેન્દ્રનગરના ડ્રગ્સ માફિયા અને બંધાણીના પણ નામ ખુલશે

Reporter: News Plus

Related Post